પરીવાર અગાશી પર સુતો હતો અને તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 April 2019

પરીવાર અગાશી પર સુતો હતો અને તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા


ભાવનગર, તા. 01 એપ્રિલ 2019, સોમવાર

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારના હરીઓમનગરમાં રહંતું દંપતિ ઉનાળામાં અગાશીમાં સુવા ગયું હતું તે વેળાએ તસ્કરોએ બંધ મકાનના નકુચા તોડી કબાટમાં રાખેલ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ હરીઓમનગરના બ્લોક નં. 5327માં રહેતા રત્નકલાકાર પરેશભાઈ મનસુખભાઈ સોલંકી અને તેમના પત્ની ઉનાળાના સમયગાળામાં તેઓના રહેણાંકી મકાનને તાળા મારી અગાશી ઉપર નિંદ્રાધીન હતા તે વેળાએ મધ્ય રાત્રિના 12.30 થી વહેલી સવારનાં 4.30ના સમયગાળા દરમિયાન અજાણ્યા શખસોએ તેઓના બંધ મકાનના નકુચા તોડી ગેરકાયદે મકાનમાં પ્રવેશ કરીને કબાટના તાળા તોડી તેમાં રાખેલ રોકડ તેમજ સોનાનું પેન્ડલ, નથડી, ચાંદીના છડા, સેટ, પાટલા, ચાંદીની ગાય સહિતના સરસામાનની ચોરી કરી ફરાર બન્યા હતા.

વહેલી સવારે ઘટનાની જાણ થતાં મકાન માલીક પરેશભાઈએ પોલીસને વાકેફ કરતા ભરતનગર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરતા સ્થાનિક વિસ્તારમાં CCTV ન હોવાના પગલે શખસોનું પગેરૂ મળી આવ્યું ન હતું. જો કે પોલીસે કેસકાગળ કરી આગળની તજવીજ હાથ ધરી છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FI4uq4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages