એ ભાઇ, મારે પણ ઉમેદવારને સાંભળવા છે....!! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

એ ભાઇ, મારે પણ ઉમેદવારને સાંભળવા છે....!!


ભાવનગર, 01 એપ્રિલ 2019, સોમવાર

ભારતીય જનતા પાર્ટીના ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળે સત્તાવાર ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા લોકસભા બેઠકના કાર્યાલયનું દબદબાભેર ઉદ્ધાટન અને ભવ્ય સભા યોજાય હતી.

પરંતુ આ સભામાં ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારના સંબોધન વખતે જ બરોબર સ્ટેજની સામે કુતરું આવી ચઢ્યું અને જાણે કહેવા માંગતું હોય કે, એ ભાઇ મારે પણ ઉમેદવારને સાંભળવા છે તેવી સ્થીતિ નિર્માણ પામી હતી અને હાજર લોકોમાં માર્મિક હાસ્ય છવાય ગયું હતું. પરંતુ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કુતરાને બહારનો રસ્તો દેખાડવા જહેમત કરી હતી, જે કેમેરામાં કેદ થઇ હતી.

નોંધનીય છે કે, આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મંત્રી સૌરભભાઇ પટેલ, વિભાવરીબેન દવે તેમજ ભાવનગર બેઠક પરથી દાવેદારી નોંધાવી ચૂકેલા હીરાભાઇ સોલંકી પણ હાજર હતા. સભા બાદ ભાજપના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FI0GF6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages