ભીમાસર અને પ્રાગપર પાસે રીક્ષાઓ પલટી મારી જતાં બે યુવાનોના મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

ભીમાસર અને પ્રાગપર પાસે રીક્ષાઓ પલટી મારી જતાં બે યુવાનોના મોત



ગાંધીધામ, ભુજ, તા. 9 એપ્રિલ 2019, મંગળવાર

હાજીપીરના મેળામાં દૂર-દૂરથી યાત્રીકો આવી રહ્યા છે. તેવામાં મોરબીથી હાજીપીર જતી રીક્ષા અંજારના ભીમાસર પાસે પલ્ટી ખાઈ જતા યુવાનનું મોત થયું હતું. જ્યારે ત્રણેક લોકો ઘાયલ થયા હતા. મુંદરા તાલુકાના પ્રાગપર નજીક રીક્ષા પલ્ટી મારી જતાં ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદી હબીબ અલ્લારખા ભટ્ટી (ઉ.વ.૬૦,મોરબી) પોતાના કુંટુંબીભાઈ, જમાઈ તથા ભાણેજ સાથે ગત તા.૫/૪ના રીક્ષામાં હાજીપીર આવવા નિકળ્યા હતા. ત્યારે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં ભીમાસર પાસે નોબલ કંપની પાસે રીક્ષા રસ્તા પરથી નીચે ઉતરી ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં રીક્ષામાં સવાર સમીરને માંથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. તથા ફરિયાદી તથા અન્ય લોકોને ઈજા પહોંચી હતી. 

જામનગરના અભુભખર જાકબ વાઘેર (ઉ.વ.૪ર) હાજીપીરના દર્શન કરીને પરત રીક્ષામાં ફરી રહ્યા હતા. ત્યારે પ્રાગપર નજીક રીક્ષા પલટી મારી જતાં તેઓને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત આંબી ગયું હતું. જ્યારે રીક્ષામાં સવાર ઝરીનાબેનને ઈજાઓ પહોંચતા તેઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવમાં ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્થળ ઉપર લોકોના ટોળા ટોળા એકત્ર થઈ ગયા હતા.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ua19VQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages