કચ્છમાં કોંગ્રેસને ફટકો પડયો, માધાપરમાં 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

કચ્છમાં કોંગ્રેસને ફટકો પડયો, માધાપરમાં 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા



અંજાર, તા. 9 એપ્રિલ 2019, મંગળવાર

કચ્છમાં હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ભુજના માધાપર ખાતે યોજાયેલી કેન્દ્રિય મંત્રી રૂપાલાની સભા દરમિયાન કચ્છ જિ.પં.ના પૂર્વ વિપક્ષીનેતા અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જેઠવાની આગેવાની હેઠળ કોંગ્રેસના પદાધિકારીઓ અને હોદ્દેદારો મળી પ૦૦થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

મતદાનના દિવસો જેમ જેમ નજીક આવતા જશે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાર્યકરો તથા આગેવાનોને પોતાના પક્ષમાં જોડવાની હોડ લાગશે. જેની શરૂઆત થઈ ચૂકી છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z4MWwS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages