આજની પંજાબ સામેની ટી-20માં મુંબઈને હારનો બદલો લેવાની તક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

આજની પંજાબ સામેની ટી-20માં મુંબઈને હારનો બદલો લેવાની તક

મુંબઈ, તા.૯

ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦માં આવતીકાલે પંજાબ સામેના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અગાઉની હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. મુંબઈ ઈન્ડિયન્સ ઘરઆંગણે ચેન્નાઈ અને હૈદરાબાદ જેવી ધરખમ ટીમોને હરાવી ચૂકી છે અને હવે તેઓ ૧૨મી સિઝનમાં સતત ત્રીજી જીતની સાથે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબે તેની આખરી મેચમાં હૈદરાબાદને હરાવ્યું હતુ. અશ્વિનની ટીમ પણ સતત બીજા વિજયની તલાશમાં ઉતરશે. 

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. મુંબઈની ટીમ ઘરઆંગણાની સળંગ ત્રીજી મેચમાં ત્રીજી જીત હાંસલ કરવાની તૈયારી કરી રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈની ટીમનો ઉત્સાહ હવે આસમાને છે અને ઘરઆંગણાના વાનખેડે સ્ટેડિયમની પીચ પણ તેમના માટે મદદગાર સાબિત થઈ શકે છે. હૈદરાબાદ સામેના મુકાબલામાં મુંબઈએ બોલરોના અસરકારક દેખાવને સહારે જે પ્રકારે લો સ્કોરિંગ મેચમાં જીત મેળવી તે ખરેખર કાબિલેતારીફ રહ્યું હતુ. 

વિન્ડિઝના ફાસ્ટર અલઝારી જોસેફની તરખાટ મચાવતી બોલિંગ તેમજ પોલાર્ડના ફોર્મને કારણે મુંબઈએ જીત હાંસલ કરી હતી. હવે મુંબઈના ક્રિકેટરો હોમગ્રાઉન્ડ પર પંજાબને હરાવીને બદલો લે છે કે નહિ તે જોવાનું રહેશે. આ સિઝનમાં અગાઉ મોહાલીમાં રમાયેલી મેચમાં પંજાબે આઠ વિકેટથી મુંબઈને હરાવ્યું હતુ. 

મુંબઈની ટીમમાં હાર્દિક પંડયાની સાથે રોહિત શર્મા, સૂર્યકુમાર તેમજ બુમરાહ અને બેહરેન્ડોફ છે. જ્યારે કિંગ્સ ઈલેવનના બેટ્સમેનો લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, મીલર તેમજ ગેલ ફોર્મ બતાવી ચૂક્યા છે. રવિશ્ચંદ્રન અને મુરુગન અશ્વિને પ્રભાવ પાડયો છે. જ્યારે સેમ કરન અને શમી પર કમાલ કરી ચૂક્યા છે.

હવે આ મહત્વના મુકાબલામાં મુંબઈનો જીતનો સિલસિલો જારી રહે છે કે, નહિ તે જેવું ભારે રસપ્રદ બનશે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z2K3g4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages