ભારતની મહિલા ફૂટબોલ ટીમનાં ઓલિમ્પિકમાં રમવાના સ્વપ્નનો અંત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

ભારતની મહિલા ફૂટબોલ ટીમનાં ઓલિમ્પિકમાં રમવાના સ્વપ્નનો અંત

માન્ડાયાલ (મ્યાનમાર), તા.૯

ભારતની મહિલા ફૂટબોલ ટીમનું ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં રમવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. આજે રમાયેલી ઓલિમ્પિક ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડની ભારત અને મ્યાનમાર વચ્ચેની મેચ ૩-૩થી ડ્રોમાં પરીણમી હતી. આ સાથે ભારત ઓલિમ્પિકમાં પ્રવેશવાની રેસમાંથી બહાર ફેંકાયું હતુ. જ્યારે મ્યાનમારે ઓલિમ્પિકમાં રમવાની આશા જીવંત રાખતાં આગેકૂચ કરી હતી. 

માયમોલ રોકીના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ભારતની ફૂટબોલ ટીમે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશવા માટે ગૂ્રપ-એમાં ટોચનું સ્થાન મેળવવું પડે તેમ હતું. જોકે મ્યાનમાર સામેની મેચમાં બે વખત સરસાઈ મેળવ્યા બાદ ભારતે પકડ ગુમાવી હતી અને યજમાનોએ મેચ ડ્રોમાં ખેંચતા પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ.

ભારત અને મ્યાનમારના ત્રણ-ત્રણ મેચમાં ૭-૭ પોઈન્ટ્સ થયા હતા. જોકે મ્યાનમારનો ગોલડિફરન્સ વધુ ચડિયાતો હોવાથી તેઓને આગેકૂચ પ્રાપ્ત થઈ હતી. તેમનો ગોલડિફરન્સ પ્લસ૮ હતો, જ્યારે ભારતનો ગોલ ડિફરન્સ પ્લસ ૪ જ હતો. ભારતને સંધ્યા રંગનાથનના ગોલને સહારે સરસાઈ મળી હતી. જોકે યજમાન મ્યાનમાર તરફથી વિન ટુને ગોલ ફટકારતાં મેચને બરોબરી પર લાવી દીધી હતી. આ પછી તેણે વધુ એક ગોલ ફટકારતાં ભારત ૧-૨થી પાછળ પડી ગયું હતુ. આ તબક્કે  સંજુએ ટીમને ૨-૧થી સરસાઈ અપાવતો ગોલ ફટકાર્યો હતો. આ પછી રતનબાલા દેવીએ ફરી ભારતની જીતની આશા જીવંત બનાવતા ગોલ ફટકારીને ટીમને ૩-૨થી સરસાઈ અપાવી હતી. જોકે ટુને ગોલ હેટ્રિક પુરી કરતાં મેચને ડ્રોમાં ખેંચી હતી અને ટીમને આગેકૂચ અપાવી હતી. ભારતની મહિલા ફૂટબોલ ટીમ વિશ્વમાં ૬૨માં ક્રમે છે. જ્યારે મ્યાનમાર ૪૨મું સ્થાન ધરાવે છે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OZpHjq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages