2014ના 'રામરાજ્યના વચનો' 2019માં પૂરા કરવાના 'વાયદા' - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

2014ના 'રામરાજ્યના વચનો' 2019માં પૂરા કરવાના 'વાયદા'


રામ મંદિર, કલમ ૩૭૦ તેમજ ૩૫એ, યુનિફોર્મ સિવિલ કોડ,૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું અને જીએસટીને વધુ સરળ બનાવવાનું વચન

ભાજપના ૪૫ પાનાના મેનિફેસ્ટોમાં ચાર વર્ષથી લઇ ૨૮ વર્ષ સુધીના લક્ષ્યાંક: ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત દેશ, ૨૦૩૦માં ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવીશું 

રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા, અંત્યોદય અમારું દર્શન, સુશાસન મંત્ર : મોદીનો મેનિફેસ્ટોમાં સંદેશો 

નવી દિલ્હી, તા.8 એપ્રિલ, 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભાજપે દર લોકસભાની ચૂંટણી જેમ આ વખતે પણ રામ મંદિર બનાવશુંનંુ વચન આપ્યું છે.

આતંકવાદ સામે લડાઇ જારી રહેશે, ખેડૂતોની આવક બમણી કરી આપીશું જેવા વચનો પણ આપ્યા છે. આ ઉપરાંત કાશ્મીરને વિશેષ અધિકારો આપતી કલમ ૩૫એ તેમજ આર્ટિકલ ૩૭૦ને દુર કરવાના ઉપાયો પણ કરવામાં આવશે તેમ ભાજપે જણાવ્યું છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૫ પાનાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેને સંકલ્પિત ભારત સશક્ત ભારત નામ આપ્યું છે. આતંકવાદ, કાશ્મીર, ખેડૂતોની આવક વગેરે ઉપરાંત અન્ય કેટલાક આર્થિક મુદ્દાઓનું પણ વચન આપ્યું છે અને દાવો કર્યો છે કે ૨૦૩૦ સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવી દઇશું, સાથે જીએસટીને વધુમાં વધુ સરળ બનાવવાની દિશામાં પણ કામ કરીશું.

દેશની સુરક્ષા માટે ઉપયોગી જરુરી હથિયારોની ખરીદીની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવીશું. મોદીએ જણાવ્યું હતું કે દેશને ૨૦૪૭ સુધીમાં (આઝાદીના ૧૦૦ વર્ષે) ભારતને વિકાસીત રાષ્ટ્ર બનાવી દઇશું. જ્યારે ૭૫ એવા લક્ષ નક્કી કર્યા છે કે જે ૨૦૨૨ સુધીમાં પ્રાપ્ત કરી લઇશું તેવા પણ વચનો મોદીએ આપ્યા હતા. 

મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા, અંત્યોદય અમારા દર્શન, સુશાસન મંત્ર. સાથે દાવો કર્યો હતો કે ભાજપના મેનિફેસ્ટોમાં દેશના દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે. મેનિફેસ્ટોના આમુખમાં મોદીએ સંદેશો આપ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે ચાલે આપણે સાથે મળીને દેશને એક નવી ઉંચાઇ પર લઇ જવાના પ્રયાસો કરીએ કે જ્યાં દરેકને સમાન અધિકાર, તક મળે.

જ્યારે મોદી બાદ અમિત શાહે ભાજપના અધ્યક્ષ તરીકે પણ સંદેશો આપ્યો છે જેમાં તેમણે મોદી સરકારના અત્યાર સુધીના પાંચ વર્ષની કામગીરીના વખાણ કર્યા હતા અને દાવો કર્યો હતો કે દેશને પાંચ વર્ષમાં આગળ લઇ જવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ પગલા લીધા છે.

કેટલાક પગલા એવા છે કે જે ઐતિહાસિક છે. જેમ કે સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, નોટબંધી, જીએસટી, સર્જિકલ સ્ટ્રાઇક, એરસ્ટ્રાઇક વગેરે. સંકલ્પ પત્રમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહે પણ સંદેશો આપ્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ મેનિફેસ્ટો વિઝન ડોક્યુમેન્ટ છે. 

ભાજપ કાશ્મીરીઓની આઝાદીની ઇચ્છા પુરી કરશે: પૂર્વ મુખ્ય પ્રધાન 

આર્ટિકલ ૩૭૦ દુર કરી તો કાશ્મીર ભારતથી સ્વતંત્ર થઇ જશે : ફારુક અબ્દુલ્લા

ના સમજોગે તો મિટ જાઓગે એ હિંદુસ્તાન વાલો, તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગી દાસ્તાનોં મે : મેહબુબાની ધમકી 

શ્રીનગર, તા.8 એપ્રિલ, 2019, સોમવાર

કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ તેમજ ૩૫એને હટાવવાની જોગવાઇ ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં કરી છે. જેને પગલે કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા અને મેહબુબા મુફ્તિએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જો આર્ટિકલ ૩૭૦ને બંધારણમાંથી હટાવવામાં આવ્યો તો તેનાથી કાશ્મીરની આઝાદીનો રસ્તો સરળ થઇ જશે. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ભાજપ એ કરવા જઇ રહી છે કે જે કાશ્મીરના નાગરીકો ઇચ્છે છે, ભાજપ આ આર્ટિકલ ૩૭૦ને દુર કરીને કાશ્મીરના નાગરીકોને ભારતથી આઝાદ કરવા જઇ રહી છે. 

મેહબુબા મુફ્તિએ પણ વિવાદિત નિવેદન આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે જો ન સમજ્યા તો મટી જશો હિંદુસ્તાન વાલો. તેમણે જણાવ્યું હતું કે જો આર્ટિકલ ૩૭૦ને હટાવવામાં આવ્યો તો તેનાથી અમે ચૂંટણી લડવાથી જ વંચીત થઇ જઇશું કેમ કે ભારતીય બંધારણ કાશ્મીરમાં લાગુ જ નહીં થાય. બાદમા મેહબુબાએ લખ્યું કે ના સમજોગે તો મિટ જાઓગે એ હિંદુસ્તાન વાલો, તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગા દાસ્તાનોં મે. 

મહિલાઓ, વ્યંડળોનું સશક્તિકરણ કરવામાં આવશે : ભાજપ 

નિકાહ હલાલા, ટ્રિપલ તલાક નાબુદી માટે બિલ લાવીશું : ભાજપનો ઢંઢેરો

સંસદ, વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત, વ્યંડળોને રોજગારીની સ્લિક ડેવલપ કરવામાં મદદ કરીશુંનો દાવો 

નવી દિલ્હી, તા.8 એપ્રિલ, 2019, સોમવાર

ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં ટ્રિપલ તલાક અને નિકાહ હલાલા જેવી પ્રથાઓને રદ કરવા માટે બિલ લાવવાનું વચન આપ્યું છે. સાથે વચન આપ્યું છે કે મહિલાઓને સંસદ અને વિધાનસભાઓમાં ૩૩ ટકા અનામત આપવામાં આવશે.

 ભાજપે મેનિફેસ્ટોમાં જણાવ્યું છે કે અમે અમારુ કામ જારી રાખીશું, મહિલાઓને તેમના અધિકારો અપાવીશું, ટ્રિપલ તલાક અને નિકાહ હલલા જેવી પ્રથાઓને નાબુદ કરીશું. 

સાથે ભાજપે જણાવ્યું છે કે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત અપાવવા માટે પણ અમે કટીબદ્ધ છીએ. સાથે વ્યંઢળોને પણ તેમના અધિકારો અપાવવામાં આવશે, તેમના સશક્તીકરણ માટે તેમજ જાતે જ રોજગારી ઉભી કરી શકે તે પ્રકારની સ્કિલ તેમનામાં વિકસાવાશે. જ્યારે વૃદ્ધો માટે રાષ્ટ્રીય વાયોશ્રી યોજનાને વધુ મજબુત બનાવવામાં આવશે. એરપોર્ટ, રેલવે વગેરેનો વિકાસ કરવામાં આવશે તેવા વચનો પણ આપ્યા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WOS3zs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages