
અમદાવાદ, 2 એપ્રિલ 2019, મંગળવાર
ખોરાકની અસર આપણા શરીર પર સૌથી વધારે થાય છે. તેમાં પણ ખાન પાનની અસર યૌન શક્તિ પર પણ થાય છે. એટલા માટે જ લાઈફસ્ટાઈલને એવી રાખવી જોઈએ કે જેનાથી જીવનનો આનંદ માણી શકાય. સ્ટ્રેસફૂલ લાઈફસ્ટાઈલના કારણે લોકોમાં રોમાન્સનું પ્રમાણ પણ ઘટી જાય છે. તો વળી કેટલાક લોકો યૌન શક્તિ વધારવાની દવાઓની મદદથી સંબંધોનો આનંદ માણે છે.
પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વાયેગ્રા જેવી યૌન શક્તિ વધારતી દવાઓ કરતા વધારે અસરકારક દાડમનો જ્યૂસ છે. દાડમનો જ્યૂસ મહિલાઓ અને પુરુષો માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
નિયમિત રીતે દાડમનું જ્યૂસ પીવાથી યૌન શક્તિમાં વધારો થાય છે અને ખાસ વાત એ છે કે તેની કોઈ આડઅસર પણ થતી નથી. નિષ્ણાંતોના મતાનુસાર દાડમનો જ્યૂસ યોન શક્તિને વાયેગ્રા કરતાં બમણી વધારે છે. દાડમ રોમાન્સની ઈચ્છા જગાડતા હોર્મોન ટેસ્ટાસ્ટેરોનનું પ્રમાણ શરીરમાં ઝડપથી વધારે છે. તેથી તેની અસર પણ વાયેગ્રા કરતા વધારે ઝડપથી થાય છે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uFNMm7
No comments:
Post a Comment