Video: ભારતે સ્વીકાર્યું, આપણું એક મિગ ક્રેશ થયું, એક પાયલોટ થયો લાપતા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

Video: ભારતે સ્વીકાર્યું, આપણું એક મિગ ક્રેશ થયું, એક પાયલોટ થયો લાપતા

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2019, બુધવાર

આજે ભારતીય સરહદમાં પાકિસ્તાની ફાઇટર વિમાને ઘૂસણખોરી કરી. જવાબી કાર્યવાહીમાં ભારતે એક પાકિસ્તાની ફાઇટર વિમાનને ફૂંકી માર્યું. પરંતુ આ દરમિયાન ભારતના એક ફાઇટર પ્લેન પર પાકિસ્તાને હુમલો કર્યો.


પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતનો એક પાયલોટ તેમના કબ્જામાં છે. ભારતે સરકારે પણ એક પાયલોટ લાપતા હોવાની વાત સ્વીકારી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ભારતની એરસ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તાને એક્શન લીધું. ત્યાર બાદ ભારતે તેમના ફાઇટર પ્લેનને પાડી દીધું. જોકે, આ કાર્યવાહીમાં ભારતનું એક મિગ વિમાન ક્રેશ થઇ ગયું અને આપણો એક પાયલોટ લાપતા છે. તેની તપાસ ચાલી રહીં છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EgDv40

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages