મોદી ઇઝ મિસ્ટેક, તમારા જેવા PM જોવા પડશે એવું મા ભારતીએ વિચાર્યું નહીં હોય: નાયડુ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

મોદી ઇઝ મિસ્ટેક, તમારા જેવા PM જોવા પડશે એવું મા ભારતીએ વિચાર્યું નહીં હોય: નાયડુ


(એએનઆઇ) નવીદિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર

આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડુએ પોતાને ઘરઆંગણ 'યુ ટર્ન બાબુ'તરીકે ઉલ્લેખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિસ્ટેક (ભૂલ) ગણાવ્યા છે. તેલૂગુદેશમ પક્ષના અધ્યક્ષ એવા નાયડુએ આંધ્રના ગોદાવરી જિલ્લાના કોવુરૃ ખાતે 'એન્નિકલા બાહિરંગા સભા'ને સંબોધન કર્યું હતું.

એમણે સંખ્યાબંધ ટ્વીટ દ્વારા જણાવ્યું કે વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણી અગાઉના એમની જાહેર સભાઓમાં જૂઠાણાં ચલાવે છે. તમે મહાત્મા ગાંધીની ભૂમિના વતની છો ત્યારે તમને જો ગાંધીજી વિષે થોડું પણ હોત તો તમે આવાં જૂઠાણાં ચલાવ્યા હોત નહિ.

આવાં જૂઠાણાં ચલાવ્યા હોત નહિ. હવે આખા દેશને ખબર પડી ગઈ છે કે તમારા માટે સત્તામાં રહેવું એ અત્યંત અગત્યનું છે. નાયડુ એ મોદી પર આકરા પ્રહારો કરતા ઉમેર્યું કે ભારતમાતાએ કદી વિચાર્યું હોય નહિ કે એણે તમારા જેવા વડાપ્રધાનને જોવા પડશે.  

જેની સામે ૧૨ ફોજદારી કેસ છે એવા આરોપીની તરફેણમાં કામ કરતાં તમને  શરમ નથી આવતી ? તમે એના માટે તમારી ઓફિસમાં શું કામ રેડ કાર્પેટ બિછાવો છો ?

નાયડુએ ટ્વીટર પર લખ્યું કે ''તમે (મોદી) ચોકીદાર નથી, તમે બાકીદાર છો. તમે આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો, રેલવે ઝોન, મેટ્રો રેલ, કડાપા સ્ટીલ પ્લાન્ટ સહિતના એક પણ વચન પાળ્યા નથી. શું તમારૃં આવું વલણ આંધ્રપ્રદેશ વિરૃધ્ધનું તમારૃં કાવતરૃં નથી ? અગાઉ એનડીએમાં ભાજપના સાથી રહેલા તેલગુદેશમ પક્ષ હવે યુપીએમાં કોંગ્રેસ સાથે જોડાયો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UbbC8x

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages