એસેટ મિસાઇલ ટેસ્ટ પછી ભારતે દુશ્મનના રડાર શોધી કાઢતું સેટેલાઇટ તૈયાર કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

એસેટ મિસાઇલ ટેસ્ટ પછી ભારતે દુશ્મનના રડાર શોધી કાઢતું સેટેલાઇટ તૈયાર કર્યો


નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર

સ્પેસ મિસાઇલથી લો ઓરબિટ સેટેલાઇટનો નાશ કર્યા પછી ભારત હવે એવું સર્વેલન્સ સેટેલાઇટ તૈયાર કર્યુ છે જે શત્રુના રડારને શોધી કાઢશે. આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે આ સેટેલાઇટના લોન્ચ વખતે ઇસરો સામાન્ય લોકોને પણ આમંત્રણ આપશે.

ઇસરો આ મિશન હેઠળ સેટેલાઇટોને ત્રણ ભ્રમણકક્ષામાં તરતા મૂકશે. ઇસરોના ચેરમેન કે સિવને જણાવ્યું છે કે આના કારણે સેટેલાઇટ લોન્ચ કરવાના ખર્ચમાં ઘટાડો થશે કારણકે આ થ્રિ ઇન વન મિશન બની જશે. 

ઉલ્લેખનીય છે કે ભારતે ૨૭ માર્ચના રોજ મિશન શક્તિ હેઠળ એન્ટિ સેટેલાઇટ(એસેટ)નું પરિક્ષણ કર્યુ હતું. 

એક એપ્રિલે ઇસરો એડવાન્સ ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ(એમીસેટ) લોન્ચ કરશે. આ સેટેલાઇટની સાથે ૨૮ વિદેશી સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવશે. ઇસરોના જણાવ્યા અનુસાર આ મિશનનો લક્ષ્યાંક પીએસએલવી સી-૪૫ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FDyvXS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages