વડોદરા,તા.11.માર્ચ.2019,સોમવાર
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે છેલ્લા કેટલાક વર્ષોથી થતા ધસારાના કારણે આગામી શૈક્ષણિક વર્ષથી ઓન ધ સ્પોટ એડમિશનની જગ્યાએ ઓનલાઈન એડમિશન આપવામાં આવશે.
અત્યાર સુધી સાયન્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના ફોર્મ જ ઓનલાઈન ભરાતા હતા પણ આગામી વર્ષથી ફેકલ્ટીની આખી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવાનો સત્તાધીશોએ નિર્ણય લીધો છે.આમ ઓન ધ સ્પોટ એડમિશનના કારણે ઘણી વખત સર્જાતી અંધાધૂધીને ઓનલાઈન એડમિશનના કારણે ટાળી શકાશે.
ફેકલ્ટી ડીન પ્રો.કટારિયાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે અત્યાર સુધી વિદ્યાર્થી ફોર્મ ભરે તે બાદ તેના મેરિટના આધારે તેને પ્રવેશ લેવા માટે ફેકલ્ટીમાં નક્કી તારીખે બોલાવવામાં આવતા હતા.હવે આ કાર્યવાહી ઓનલાઈન થશે.આ માટે ધો.૧૨ પછી સરકાર દ્વારા જે રીતે સેન્ટ્રલાઈઝડ પધ્ધતિથી પ્રવેશ આપવામાં આવે છે તે જ સિસ્ટમ અમે ફેકલ્ટીમાં અપનાવવા જઈ રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે જ વિકલ્પ પસંદ કરવાના રહેશે.એ પછી તેના માર્કના આધારે મેરિટ લિસ્ટ બનાવીને તેને કયા વિભાગમાં પ્રવેશ મળશે તે નક્કી કરાશે.એ પછી તેને ક્યારે ફી ભરવી તેની જાણકારી આપી દેવાશે.ખાલી પડેલી બેઠકોના આધારે પ્રવેશ માટે બીજો અને ત્રીજો રાઉન્ડ યોજાશે.
દરમિયાન આજે ફેકલ્ટીના અધ્યાપકોની એક બેઠક પણ બોલાવવામાં આવી હતી.જેમાં આ બાબતને લઈને તેમના સૂચનો પણ માંગવામાં આવ્યા હતા.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NYtMnr
No comments:
Post a Comment