સ્મીમેર હોસ્પિટલમાં વધુ એકવાર MLC મોડુ કરાવતા વિવાદ સર્જાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

સ્મીમેર હોસ્પિટલમાં વધુ એકવાર MLC મોડુ કરાવતા વિવાદ સર્જાયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 ફેબ્રુઆરી 2019 ગુરૂવાર

મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ એકવાર મેડીકલ લીગલ કેસ ( એમ એલ સી ) અને પોલીસને મોડી જાણ કરાવતા વિવાદ સર્જાયો હતો. જોકે વરાછામાં ગઈકાલે બપોરે એસિડ પી ગયેલા યુવાનનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે યુવાનના મૃત્યુ બાદ વોર્ડમાંથી એમ એલ સી મોડું કરાવતા પોલીસની કામગીરી પર અસર પડી હોવાનું જાણવા મળે છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછા રોડ પર સરસ્વતી વિદ્યાલય પાસે રહેતા 27 વર્ષીય મહેશ લીંબાભાઇ આહિરે ગઈકાલે બપોરે ઘરમાં કોઈ કારણસર એસિડ ગટગટાવી ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં બાદમાં સાંજે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ગત મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે મહેશભાઈનું મોત નીપજ્યા બાદ વોર્ડના કોઈ નર્સે એમ એલ સી મોડુ કરાવ્યુ હતુ અને એમએલસી કાઉન્ટરના કર્મચારીએ બાદમાં વરાછા પોલીસને જાણ કરતા ધસી આવ્યા હતા અને પોલીસે કર્મચારીને કહ્યું કે એમએલસી જો દર્દી સારવાર લેતો હોય તે દરમિયાન કરાવે તો દર્દીના નિવેદન લઈ શકાતા. દર્દી નિવેદન આપે તો દર્દીએ કયા કારણસર આ પગલું ભર્યું હતુ. તે પણ જાણવા મળી શકે તથા પોલીસની કામગીરી પણ સરળ થઈ જાત. આવા સંજોગોમાં પોલીસની કામગીરી પર અસર પડી હોવાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે અમરોલી વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ ગત તારીખ 21 મી અમરોલી પોલીસ મથકની સામે ઝેરી દવા પી જતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નર્સિંગ સ્ટાફે ગંભીર બેજવાબદારી દાખવી હતી. તેમને સમયસર આ અંગે એમએલસી ઇન્ફોર્મ કરવાને બદલે બનાવના ત્રણ દિવસ પછી એમએલસી અંગે એમએલસી કાઉન્ટર ઉપર ઇન્ફોર્મ કરી હતી. ત્યારે ત્યાં હાજર કર્મચારીઓએ ત્રણ દિવસ પછી અમરોલી પોલીસ મથકમાં અરજી આપતા પોલીસ અને કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી અને વિવાદ ઉભો થયો હતો.

નોંધનીય છે કે સ્મીમેર હોસ્પિટલમાં અમુક નર્સિંગ કર્મચારી બેજવાબદાર હોવાથી આવી તકલીફો સર્જાય છે. આ બાબતે સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ કાર્યવાહી કરે એવી માગ ઉઠી છે



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T7d4rY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages