માર્ચમાં જન્મેલા લોકોની ખાસિયત એ હોય છે કે તેઓ કોઈપણ વિષય પર બોલતા કે લખતાં પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લે છે. તેઓ ફ્રેન્ડલી, ઇન્ટેલિજન્ટ અને ક્રિએટિવ હોય છે. લૉ એન્ડ ઓર્ડરની રિસ્પેક્ટ કરનારા હોય છે. જો કે તેમનામાં ડિસિજન મેકિંગ પાવર થોડો ઓછો હોય છે, છતાં પોતાના કામને વ્યવસ્થિત કરવાની ટેવ તેમને સક્સેસ અપાવે છે. આ સિવ્યા માર્ચમાં જન્મેલા લોકોમાં ઘણી ખુબીઓ હોય છે.

માર્ચમાં જન્મેલા લોકોની ખાસિયતો (Features of the March-born people)
માર્ચમાં જન્મેલો લોકો આકર્ષક અને સોશિયલ હોવાની સાથે સેક્સી અને કેરલેસ પણ હોય છે. આ લોકો વાતોડિયા હોવાથી તેમનું ફ્રેન્ડસર્કલ બહુ મોટું હોય છે. પોતાના સ્વભાવને લીધે આ લોકો દરેક મહેફિલની શાન બની જાય છે.
આ લોકો સિમ્પલ વાતને રંગાવીને કહેવામાં માહેર હોય છે. ફવાના શોખીન હોવાથી તે હંમેશા નેચરની બહુ નજીક હોય છે. માર્ચમાં જન્મેલાઓને હિલસ્ટેશન બહુ ગમે છે.
માર્ચ બોર્ન લોકોને ફોટોગ્રાફીનો શોખ હોય છે અને એડવેન્ચર કરવું પણ ગમે છે. આ લોકો બહુ એમ્બિશિયસ હોય છે. સપના જોવા એમને બહુ ગમે છે. સપના પૂરાં કરવાના ચક્કરમાં અનેકવાર શૉ ઓફ કરી બેસે છે. મહેફિલમાં છવાઈ જવું એ માર્ચમાં જન્મેલાઓની ખાસિયત છે. આ લોકો ખર્ચાળ હોય છે. પૈસા ખર્ચવામાં તે પાછીપાની નથી કરતાં.
પ્રેમના મામલે આ લોકો લકી હોય છે. એમને ઇચ્છે તે સરળતાથી મળી જાય છે. માર્ચમાં જન્મેલી યુવતીઓ તૈયાર થવાનો બહુ શોખ હોય છે. તેમનું વૈવાહિક જીવન ખુશખુશાલ હોય છે. આ લોકો હાઈ ટેકનિકલ સ્ટડી, તબીબી સારવાર, બેન્ક અને ફાઈનાન્સના ક્ષેત્રમાં સફળ થાય છે.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uk4Qwt
No comments:
Post a Comment