નજરને 'ફ્રીઝ' કરી દેતા Fringe ડ્રેસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

નજરને 'ફ્રીઝ' કરી દેતા Fringe ડ્રેસ


આપણે ત્યાં ઝાલરવાળા ડ્રેસની ફેશન દાયકાઓ પુરાણી છે. પણ હવે પશ્ચિમી પેટર્નને અનુસરીને ડિઝાઇન કરવામાં આવતા ફ્રિંજ ડ્રેસમાં ઝાલરના સ્થાને વસ્ત્રના છેડા પર છૂટી પટ્ટીઓ જોવા મળે છે. સામાન્ય રીતે સાંજની પાર્ટીમાં પહેરવામાં આવતા ફ્રિંજ ડ્રેસમાં બ્લુ, બ્લેક અને રેડ જેવા કલર ખૂબ શોભે છે. ફ્રિંજ ડ્રેસ લાંબા પગ ધરાવતી માનુનીઓને વધારે સારા લાગે છે. જોકે ભરાવદાર કાયા ધરાવતી યુવતી ફ્રિંજ ટોપ પહેરીને પોતાનું પેટ છુપાવી શકે છે. જરૂરી નથી કે  ફ્રિંજ ડ્રેસ માત્ર પ્લેન ફેબ્રિકમાં જ સારા લાગે. પ્રિન્ટેડ કપડાંમાં પણ આ પેટર્ન આકર્ષક લાગે છે. 


કોલેજમાં જતી કન્યાઓ ક્યારેક એકદમ સાદા પરિધાન સાથે ફ્રિંજ જેકેટ પહેરે તો તે અનોખી તરી આવશે.  જોકે ફ્રિંજ પરિધાન પહેરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે. જો તમે ફ્રિંજ સ્કર્ટ પહેરો તો ટોપ પ્લેન રાખો. આવા પરિધાન સાથે એક્સેસરીમાં માત્ર બુટ્ટી પહેરો. સ્કીન ટાઈટ જીન્સ સાથે ફ્રિંજ ટોપ અથવા જેકેટ સરસ લાગશે. તેવી જ રીતે સિંપલ જીન્સ અને ટી-શર્ટ સાથે પહેરવામાં આવતું ફ્રિંજ બેલ્ટ સાદા ડ્રેસને પણ ખાસ બનાવી દેશે.

ફેબ્રિક ઉપરાંત બીડેડ ફ્રિંજ પણ ખૂબ સુંદર લાગે છે. આમાં તમે ક્રિસ્ટલ, વુડન કે મેટલના બીડ પસંદ કરી શકો છો. પંજાબી સૂટમાં ફ્રિંજ સ્ટોલનો પ્રયોગ કરી શકાય.

ડ્રેસ ઉપરાંત બેગ, બૂટ અને સ્કાર્ફમાં પણ ફ્રિંજ ખૂબ જચે છે. આજકાલ આ ફેશન સ્ત્રીઓમાં વધુને વધુ જોવા મળે છે અને અમદાવાદી ગર્લ્સ પણ હવે પહેરવા લાગી છે. અને આ પ્રકારના કપડા અપનાવા લાગી છે.  જેનુ  સ્થાન મુખ્ય હવે મુંબઈ નથી.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uirKFK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages