વાળને સુંવાળા બનાવતું ઘરેલું કન્ડિશનર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

વાળને સુંવાળા બનાવતું ઘરેલું કન્ડિશનર


વાળની યોગ્ય સારસંભાળ લેવામાં ન આવે તો તે શુષ્ક બની જાય છે. આવા વાળમાં ધૂળ પણ વધુ ચોંટે છે અને તે  એકદમ બરછટ દેખાય છે. કેશને સુંવાળા રાખવામાં  કંડિશનર સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. અને જરૂરી નથી કે તમે બજારમાંથી લીધેલા મોંઘાદાટ કંડિશનરનો જ વપરાશ કરો. કેટલાંક  કંડિશનર આસાનીથી  ઘરમાં પણ બનાવી શકાય છે. 

વિનેગર  કંડિશનર :  વિનેગર વાળ માટે સારા કંડિશનરની ગરજ સારે છે. તેનાથી વાળમાં  થતાં ખોડામાં પણ રાહત મળે છે અને  કેશ સુંવાળા બને છે. વાળ શેમ્પૂ કર્યા પછી અડધા કપ વિનેગરમાં પાણી ઉમેરી કેશને  આ મિશ્રણ વડે ધુઓ.

કોબી-કાંદાનું  કંડિશનર :  તમને જાણીને  નવાઈ લાગશે, પણ કોબી અને કાંદા સારા હેર કંડિશનર બની રહે છે.  થોડી કોબી અને કાંદાને ખમણીને તાંબાના વાસણમાં નાખો. આખી રાત તેને તાંબાના વાસણમાં મૂકી રાખ્યા પછી સવારના તેમાં તમારી પસંદગીના એસેન્શિયલ કે હર્બલ ઓઈલના થોડાં ટીપાં  નાખી તેના વડે માથામાં માલીશ કરો. 20 મિનિટ પછી વાળ શેમ્પૂ કરી લો.

મહેંદીનું  કંડિશનર :  મહેંદીથી  વાળ નરમ-મુલાયમ થાય છે એ વાત સર્વવિદિત છે. પરંતુ જુદા જુદા પ્રકારના વાળમાં જુદી જુદી રીતે મહેંદી  લગાવવામાં  આવે તો તે વધુ અસરકારક પુરવાર થાય છે. જેમ કે તૈલીય વાળ માટે મહેંદીમાં બે ચમચી દહી અને એક ચપટી જેટલી સાકર નાખીને પેસ્ટ બનાવો. તમે ચાહો તો તેમાં  થોડા ટીપાં  લીંબુનો રસ પણ  નાખી શકો છો. આ મહેંદી તૈલીય વાળમાં લગાવ્યા પછી 20 મિનિટ  રહીને  કેશ ધોઈ લો. જ્યારે સુકા  વાળ માટે મહેંદીમાં  એક મોટો ચમચો કોપરેલ તેલ અને હુંફાળું  દૂધ નાખો. હવે તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. 20 મિનિટ પછી કેશ ધોઈ લો. વાળમાં અનેરી ચમક આવી  જશે.

જિલેટીન કંડિશનર :  એક  મગ પાણીમાં એક મોટો ચમચો જિલેટીન નાખો. શેમ્પૂ કર્યા પછી કેશ આ પાણીથી ધુઓ. તે માત્ર વાળને સુંવાળા જ નહીં બનાવે, પણ કેશને મનગમતી સ્ટાઈલમાં ઓળ્યા પછી લાંબા સમય સુધી ટકાવી રાખશે,  તે શુષ્ક અને ઓઈલી બંને પ્રકારના કેશ માટે ઉપયુક્ત છે.

વોલ્યુમ  કંડિશનર : કેશને થોડાં ફૂલેલાં બનાવવા હોય તો એક ચમચી એરંડિયાનું તેલ, શેમ્પૂ, આમળાનું તેલ, માલ્ટ વિનેગર અને ગ્લિસરીન મિક્સ કરો. તેના વડે કેશમાં  માલીશ કર્યા  પછી 20 મિનિટ રહીને હળવા શેમ્પૂથી વાળ  ધોઈ લો.

ડીપ કંડિશનર :  એક ચમચી મધ, ચારથી પાંચ ટીપાં એરંડિયાનું તેલ, બે ટીપાં કોપરેલ તેલ, બે નાની ચમચી હર્બલ શેમ્પૂ અને અડધી ચમચી વિનેગર મિક્સ કરો. શેમ્પૂ કર્યાં  પછી આ કંડિશનરથી વાળ ધુઓ. વાળની સુંદરતા જાળવવી તે તમારી ફરજ છે માટે સમય સર વાળને સારી રીતે ધોવો અને પછી તેને સુકાવા આપો ઘણા પુરુષો વાળને જલ્દી સુકવવા માટે જોર જોરથી ટુવાલ વડે ઘસે છે જ્યારે બહેનો આ બાબતે થોડી ધીરજ રાખતી હોય છે માટે બહેનોના વાળમાં આવા પ્રશ્નો થતા જોવા મળતા નથી.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uf81H3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages