જજ જસ્ટિસ પિનાકી ઘોષે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ લીધા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

જજ જસ્ટિસ પિનાકી ઘોષે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ લીધા

નવી દિલ્હી, તા. 23. માર્ચ 2019 શનિવાર

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ પિનાકી ઘોષે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ લીધા છે.જસ્ટિસ ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા.આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહ્યા હતા.

જસ્ટિસ ઘોષ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના જજ પણ રહી ચુક્યા છે.જસ્ટિસ ઘોષને લોકપાલ નિયુક્ત કરવાની સાથે સાથે ન્યાયિક સભ્યો તરીકે જસ્ટિસ દિલીપ ભોંસલે, જસ્ટિસ પ્રદીપ મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમારી, જસ્ટિસ અજય ત્રિપાઠી પણ રહેશે.કમિટીના ચાર બીજા સભ્યોમાં દિનેશ જૈન, અર્ચના સુંદરમ, મહેન્દ્ર સિંહ, ડોક્ટર ઈન્દ્રજિત ગૌતમનો સમાવેશ થયો છે.

લોકપાલની સિલેક્ટ કમિટીમાં પીએમ, ચીફ જસ્ટિસ અથવા તેમના પ્રતિનિધિ, વિપક્ષના નેતા, અધ્યક્ષ અને એક જ્યુરિસ્ટ હોય છે.જોકે ખડગેએ કમિટીની બેઠકમાં ભાગ નહી લઈને સરકાર પર મનમાનીનો આરોપ મુક્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yg2bTr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages