નવી દિલ્હી, તા. 23. માર્ચ 2019 શનિવાર
ફિલ્મ અભિનેતા અને હાલમાં ભાજપના અમદાવાદના સાંસદ પરેશ રાવલે આ વખતે લોકસભાની ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.
પરેશ રાવલે ભાજપના ટોચના નેતાઓે પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે.પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ એવી પણ ચર્ચા શરુ થઈ છે કે જો અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી જીતે તો તેમની રાજ્યસભાના સાંસદ તરીકેની બેઠક ખાલી પડશે.આ બેઠક પરથી પરેશ રાવલને રાજ્યસભામાં મોકલવામાં આવશે.
હાલમાં અમદાવાદ પૂર્વની બેઠકના સાંસદ પરેશ રાવલે વધુમાં કહ્યું હતું કે, મારા નોમિનેશન અંગે મીડિયા અને મારા મિત્રો મહેરબાની કરીને કોઈ અટકળો ના કરે.મેં પાર્ટીને મહિનાઓ પહેલા જ લોકસભાની ચૂંટણી નહી લડવાના નિર્ણયની જાણ કરી દીધી હતી.જોકે, હું આજે પણ પાર્ટીનો એક વફાદાર સભ્ય અને નરેન્દ્ર મોદીનો ચુસ્ત સમર્થક છું.
ઉલ્લેખનીય છે કે ભાજપે અત્યાર સુધીમાં ઉમેદવારોની ત્રણ યાદીઓ જાહેર કરી છે. હજી સુધી ગુજરાતમાં ગાંધીનગરની બેઠકને બાદ કરતા બાકીની લોકસભા બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CA3CTA
No comments:
Post a Comment