નિરવ, વિજય અને હિતેશ પટેલ સત્તાવાળાની પકડમાં કૌભાંડીઓ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

નિરવ, વિજય અને હિતેશ પટેલ સત્તાવાળાની પકડમાં કૌભાંડીઓ


નિરવ મોદીના ૧૩ હજાર કરોડ, વિજય માલ્યાના ૯  હજાર કરોડ, સાંડેસરા બંધુઓના ૮,૧૦૦ કરોડ એમ કુલ ૩૦ હજાર કરોડ ભારતની બેંકોમાં પાછા આવશે એવો ટોન ભારતની સરકારનો જોવા મળે છે. ભારત સરકાર ખોટી નાચે છે. ભારતની બેંકોની આંઠ લાખ કરોડની  નોન પરફોર્મીંગ એસેટમાં ૩૦ હજાર કરોડની બાદબાકીથી કોઇ ફર્ક પડવાનો નથી. 

હકીકત એ છે કે નિરવ મોદી તાત્કાલીક પાછા ફરશે તો પણ તેની વસૂલાત થઇ શકવાની નથી એવીજ રીતે વિજય માલ્યાનું છે. સ્ટર્લીંગ બાયોટેકના ચાર પૈકી એેક ડીરેક્ટર હિતેશ પટેલ આલબેનીયાથી  પકડાયો છે. આ ત્રણેય મોટા કૌભાંડીઓ છે. તે પાછા ફરશે તો પણ તેમની કેટલીક શરતો હશે. પ્રજા તેમને હાથકડી પહેરાવીને પાછા લાવવા ઇચ્છે છે. 

આ ત્રણેય કૌભાંડીઓ વર્તમાન સરકાર તેમજ ભૂતપૂર્વ યુપીએ સરકાર સાથે હુંફાળા સબંધો ધરાવતા હતા. આ ત્રણેયને આર્થિક રીતે તગડા બનાવનાર પણ આપણા રાજકીય નેતાઓ જ છે. સ્ટર્લીંગ બાયોટેકે ઉભી કરેલી ૧૫૦માંથી ૧૨૦ તો સાવ બોગસ કંપનીઓ હતી. 

કોભાંડીઓએ ભ્રષ્ટ વહીવટી તંત્રનો ભરપુર ઉપયોગ કર્યો હતો પરંતુ  સરકાર બદલાતાંજ કૌભાંડીઓ છૂપાતા ફરતા હતા અને અંતે દેશ છોેડીને ભાગી ગયા હતા. જ્યારથી મોદી સરકાર સત્તા પર આવી ત્યારથીજ તેની સામે કૌભાંડીઓ માટે આંખ મીચામણાના આક્ષેપો થતા આવ્યા છે. ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કૌભાંડીઓના મુદ્દે આગળ રીતે મત મેળવવમાં આવશે. દરેક પક્ષને એ વાતનો ડર છે કે તેમના કોઇ નેતાનું નામ ના આવે. 

બેંકોનો ભ્રષ્ટ સ્ટાફ અને કૌભાંડીઓને પીઠબળ પુરું પાડતા રાજકારણીઓએ તેમને સીધો લાભ આપ્યો છે તે તો ઠીક પણ તેમને આસાનીથી દેશ છોડવા માટેની વ્યૂહ રચના કરી આપી હતી.  આવા વ્હાઇટ કોલર ક્રાઇમ કરનારાઓને પકડવા બહુ મુશ્કેલ હોય છે.

સરકારે સમાચાર માધ્યમોનો આભાર માનવો જોઇએ કે તેમના ઇન્વેેસ્ટીગેટીંગ રીપોર્ટીંગના કારણે સરકાર કરતાં પહેલાં ટીવી ચેનલો નિરવ મોદી પાસે પહોંચી ગઇ હતી. જ્યારે સમાચાર માધ્યમો કોભાંડીઓ સુધી પહોંચી શકે તો પછી સરકાર કેમ તેને પકડી ના શકે એ પ્રશ્નના જવાબમાં સરકારે નિરવને પકડયા સિવાય કોઇ છૂટકોજ નહોતો. વિદેશની સરકારો કોઇ ઇન્ટરનેશનલ કાયદાને ગાંઠતી નથી.

નિરવ મોદી એેકાદ અઠવાડીયામાં ભારતના તપાસ અધિકારીઓની વચ્ચે બેઠો હશે અને જવાબો આપતો હશે. દરેકની નજર ખાસ કરીને રાજકીય પક્ષોની નજર તેની તપાસ પર હશે. સત્તાધારી પક્ષ નિરવ મોદીની તપાસમાંથી એ તારવશે કે કોના કહેવાથી નિરવમોદીને આંખો મીંચીને લોન આપવામાં આવી છે. જ્યારે વિપક્ષ એ શોધશે કે નિરવ કોના આંખમિંચામણા વચ્ચે ભારત છોડીને ભાગ્યો હતો. 

એવીજ રીતે વિજય માલ્યાનું થવાનું છે. માલ્યાને સંઘરવા કોઇ તૈયાર નથી. કહે છે કે ચૂંટણી પ્રચારના દિવસોમાંજ વિજય માલ્યા ને પણ ખેંચી લવાશે. ભારતને એ ખ્યાલ આવી ગયો છેકે અનેક દેશો આર્થિક ગુનેગારોને શરણ આપે છે અને ભારતને ગાંઠતા નથી. ભારતે ગુનેગારોને પકડી લાવવા કમરકસી હતી. હવે લોકોનું ધ્યાન એ તરફ છે કે નિરવ મોદીની ઉલટ તપાસ કેટલી કડક થાય છે. 

નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના લાંચિયા અધિકારીઓ અને તેની તરફેણ કરતાં રાજકારણીઓના નામો આપવા પડશે. કોંગી નેતાઓના નામો ખુલશે એમ માનીને ભાજપે હરખાવાની જરુર નથી કેમકે  તેમાં ભાજપના નેતાઓના નામો પણ હોઇ શકે છે.

દરેક પૈસા બનાવે છે. કોઇ પક્ષ માટે ભંડોળ ભેગું કરે છે તો કોઇ પોતાના બેંક એકાઉન્ટમાં ભેગા કરે છે. અંતે આખો ખેલ બે નંબરી વહીવટનો હોય છે.

લોકોને એ જાણવામાં રસ છે કે પંજાબ નેશનલ બેંકે ક્યા ડોક્યુમેન્ટના આધારે લોન આપી હતી અને તે ડોક્યુમેન્ટ કોણે તૈયાર કરી આપ્યા હતા. શક્ય છે કે ચૂંટણીની મોસમ દરમ્યાન રાજકીય પક્ષો નિરવ અને વિજય માલ્યાના કોભાંડમાં કોણ જવાબદાર તેનો લાભ ઉઠાવે પરંતુ પ્રજાને પણ કેટલીક હકીકતો જાણવી છે. આંઠ લાખ કરોડની એનપીએ દેશના આર્થિક તંત્રને હચમચાવનાર કૌભાંડીઓના કરતૂતોને પ્રજા સમક્ષ લાવવા જ જોઇએ. બેંકોએે શું ચેક કરીને લોન આપી અને કોણે લોન માટે શીફારસ કરી હતી તે પણ જાહેર થાય તે જરુરી છે.

વિજય માલ્યા, સાંડેસરા બંધુઓ  અને નિરવ મોદી ભાગ્યા ત્યારે ચોકીદાર તરીકે મોેદી સરકાર હતી તે ભૂલવું ના જોઇએ..

- પ્રસંગપટ



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HPBXRW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages