દિલ્હીની વાત:અડવાણી ખરેખર સ્પર્ધામાંથી ખસી ગયા? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 25 March 2019

દિલ્હીની વાત:અડવાણી ખરેખર સ્પર્ધામાંથી ખસી ગયા?


૫૪૩ પૈકી ૧૩ સાંસદોનો અનોખો રેકોર્ડ

નવી દિલ્હી,તા. 23 માર્ચ 2019, શનિવાર

લોકસભાના ૫૪૩ સાસંદો પૈકી ૧૩ સાંસદો એવા છે જેઓ અનેક વખતે લોકસભામાં ચૂંટાઇને આવ્યા હતા. આ સાંસદો સતત ચૂંટાઇ આવ્યા હતા, સરકારે ગમે તેની હોય પરંતુ તેમણે જીતનો સિલસીલો બરકરાર રાખ્યો હતો. મધ્ય પ્રદેશના હાલમાં મુખ્ય પ્રધાન કમલનાથ નવ વખત, અડવાણી સાત વખત, યોગી આદિત્યનાથ પાંચ વખત, લોકસભાના હાલના સ્પીકર  સુમિત્રા મહાજન અને અર્જુન ચરણ આઠ આઠ વખત અને સ્વ.અનંત કુમાર છ વખત ચૂંટાઇ આવ્યા હતા. આમાંથી મોટો ભાગના ઓએ તેમની બેઠકને બરકરાર રાખી હતી, જો કે સરકારો બદલાતી રહી હતી. પરંતુ હવે અડવાણી, યોગી અને કમલનાથ લોકસભામાં નહીં દેખાય.

અડવાણી ખરેખર સ્પર્ધામાંથી ખસી ગયા?

 ગાંધીનગરથી અમીત શાહને લોકસભાની ચૂંટણી લડાવવાનો નિર્ણય  અડવાણીને પૂછ્યા પછી જ લેવામાં આવ્યો હતો. એમ મનાય છે કે તેમણે જાતે જ ચૂંટણી નહીં લડલા નિર્ણય કર્યો હતો. આ બાબતની જાણકારી રાખનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય અડવાણીનો જ હતો.

કમલનાથ માટે મુઝંવણ

લોકસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ એ બતાવવા આતુર છે કે પ્રદેશમાં કોંગ્રેસની જીત એ કંઇ આમ જ મળી નહતી. એના માટે તેઓ ઇચ્છે છે કે પ્રદેશના વરિષ્ઠ નેતાઓ લોકસભાની મુશ્કેલા બેઠકો પરથી ચૂંટણી લડે.પરંતુ તેમના વ્યહરચના કામ લાગે એવું દેખાતું નથી.તેઓ ઇચ્છે છે કે  પૂર્વ સાંસદ જયોતિરાદિત્ય સિંધીયા અને પ્રદેશના બે વખતના મુખ્ય પ્રધાન અને દિગ્વિજય સિંહ પણ ચૂંટણી લડે.પરંતુ હાલમાં ઉત્તર પ્રદેશમાં પ્રભારીનો હવાલો સંભાળતા સિંધીયાએ મૌન રાખવાનું પસંદ કર્યું છે.તો દિગ્વિજય સિંહે તેમને લોકસભા માટે લાયક સમજનાર કમલનાથનો આભાર માન્યો હતો. તેમને ભોપાલમાંથી ચૂંટણી લડવા કહેવામાં આવ્યું હતું જ્યાં ૧૯૮૯થી કોંગ્રેસની હાર થતી આવી છે.

ચાર મહિલા નેતાઓનો  એક સમાન એજન્ડા

 બસપાના માયાવતી, તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી, પૂર્વ યુપી કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મેહબુબા મુફતીનો ઇરાદો એક જ છે. તેઓ પોતે ચૂંટણી નહીં લડે બલકે માત્ર  પ્રચાર કરશે અને પોતપોતાના ઉમેદવારોને લડાવશે. ચારે મહિલાઓ જ્યાં સક્રિય છે એ રાજ્યોમાં ૧૩૦ બેઠકો છે. એકલી પ્રિયંકા જ પૂર્વ યુપીના ૩૦ બેઠકો  માટે જવાબદાર છે.

- ઇન્દર સાહની



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fw4WJ2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages