શરીર સ્થૂળ અને નબળાઈ બંને લક્ષણ છે આ ભયંકર બીમારીના - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 25 March 2019

શરીર સ્થૂળ અને નબળાઈ બંને લક્ષણ છે આ ભયંકર બીમારીના


અમદાવાદ, 24 માર્ચ 2019, રવિવાર

વધારે વજનને સામાન્ય રીતે લોકો સારા સ્વાસ્થ્ય તરીકે જુએ છે. પરંતુ આ એક ખોટી માન્યતા છે. ડોક્ટર્સના જણાવ્યાનુસાર વધારે વજન સાથે જો તમને ચક્કર આવતા હોય અને શરીરમાં નબળાઈ જણાતી હોય તો આ લક્ષણ ટાઈપ 2 ડાયાબિટીસના હોય શકે છે. 

મૌલિક ચિકિત્સા સિદ્ધાંત અનુસાર જ્યારે આપણું વજન વધે છે ત્યારે શરીરમાં શક્તિ વધવી જોઈએ અને જ્યારે વજન ઘટે ત્યારે જ શક્તિ ઘટવી જોઈએ. પરંતુ જો વજન વધે તેમ છતાં શરીરમાં નબળાઈ જણાય તો તે બીમારીના લક્ષણ હોય શકે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર 20 વર્ષની ઉંમર સુધીમાં એક સાથે 5 કિલોથી વધારે વજન વધવું ન જોઈએ. ત્યારબાદ વજન વધવું તે માત્ર શરીરમાં ચરબીનો વધારો હોય શકે છે. આ વસાના કારણે ઈંસુલિન પ્રતિરોધ ઉત્પન્ન થાય છે. તેના કારણે શરીરમાં ગયેલા ભોજનમાંથી ઊર્જા બનતી નથી ભોજન વસાનું સ્વરૂપ ધારણ કરે છે. આ ફેરફારના કારણે શરીરમાં નબળાઈ લાગે છે. 

વજન વધે પરંતુ તેના કારણે શરીરમાં કોઈ બીમારી ન આવે તે માટે નિષ્ણાંતો કેટલીક સલાહ આપે છે. આ સલાહ પર અનુકરણ કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસથી બચી શકાય છે. 

1. જટિલ કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછા પ્રમાણમાં કરવું. કારણ કે તેનાથી રક્તમાં શર્કરાનું સ્તર અને ઈંસુલિનના ઉત્પાદનમાં વધારો થાય છે. ઈંસુલિન પ્રતિરોધવાળા લોકોમાં આ વૃદ્ધિના કારણે વજન વધી શકે છે. નિયમિત રીતે બ્લડ સુગર ચેક કરાવવું જોઈએ.

2. સપ્તાહમાં 5 વાર દિવસ દરમિયાન 30થી 45 મિનિટ શારીરિક ગતિવિધિ વધારવી.

3. રિફાઈંડ ખાંડનો ઉપયોગ ન કરવો. આ ખાંડ રક્ત પ્રવાહમાં સરળતાથી અવશોષિત થઈ જાય છે અને સમસ્યાઓ સર્જી શકે છે. 

4. ધ્યાન અને યોગ જેવા વ્યાયામ કરવા અને માનસિક તાણથી દૂર રહેવું.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FwkQDh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages