(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019 સોમવાર
ઉધના રેલવે સ્ટેશન સલાહકાર સમિતિની બીજી બેઠક પણ રદ કરી દેવાતા સભ્યોમાં વિરોધનો ગણગણાટ વધ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં હોવાથી આ મીટીંગ રદ કરવામાં આવી હોવાનું અનુમાન છે. અગાઉ નવેમ્બર મહિનામાં પણ આયોજિત મીટીંગ કોઈ કારણસર રદ કરી દેવામાં આવી હતી.
મીટીંગ થતી નહીં હોવાને કારણે પ્રવાસીઓ અને રેલવે સ્ટેશન સંબંધી પ્રશ્નો અધિકારીઓ સમક્ષ મૂકી શકાતા નથી અને તેને કારણે તેનું નિરાકરણ પણ આવી શકતું નહીં હોવાનો સુર છે. ઉધના રેલવે સ્ટેશન સલાહકાર સમિતિની રચના એક વર્ષ પહેલાં જ કરવામાં આવી હતી અને એક વર્ષ દરમિયાન હજુ સુધી એકેય મિટિંગનું આયોજન થઈ શક્યું નથી.
રેલવે સ્ટેશન સલાહકાર સમિતિની મિટિંગમાં જે પ્રશ્નો સભ્યો દ્વારા મૂકવામાં આવે છે અને જેની પર ચર્ચા-વિચારણા કરવામાં આવે છે, તે રેલ્વે બોર્ડને મોકલવામાં આવતા હોય છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CByjYl
No comments:
Post a Comment