અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સે મોદી-ઈમરાનને ફોન કરીને શાંતિ જાળવવા અપીલ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સે મોદી-ઈમરાનને ફોન કરીને શાંતિ જાળવવા અપીલ કરી


(પીટીઆઈ) અબૂ ધાબી, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ફોન કરીને શાંતિ જાળવવા અપીલ કરી હતી. બંને દેશના વડાને ક્રાઉન પ્રિન્સે વાતચીત કરવાની સલાહ આપી હતી.

અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ભારત-પાક. વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલી સંદર્ભે શાંતિ જાળવીને ઉકેલ લાવવાની ક્રાઉન પ્રિન્સે બંને વડાપ્રધાનોને અપીલ કરી હતી.

પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે શરૃ થયેલી તંગદિલીના સંદર્ભમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદે બંને દેશના વડાપ્રધાનોને અપીલ કરી હતી કે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થશે તો સમાધાન મળી જશે. પ્રિન્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ ઉપરથી આ અંગે વધુ માહિતી આપવામાં આવી ન હતી, પણ તેમાં કહેવાયું હતું કે પ્રિન્સે ભારપૂર્વક બંને નેતાઓને સંવાદ સાધીને રસ્તો કાઢવા માટે સમજાવ્યાં હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TaXCuH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages