
શિકાગો, તા. 04 માર્ચ 2019, સોમવાર
૨૦૧૮ના વર્ષ દરમ્યાન ૨૧મી ડીસેમ્બર પહેલાં જે લોકોએ એચ-૧બી પિટિશન ફાઈલ કરેલ તે લોકોની અરજીઓ હવેથી પ્રિમિયમ પ્રોસેસીંગ પધ્ધતિથી તેનો નિકાલ કરવાનો નિર્ણય યુએસ સીટીઝનશીપ અને ઈમીગ્રેશન સર્વિસના અધિકારીઓએ લીધેલ છે અને તેનાથી ભારતીય કામદારોને મહદઅંશે ફાયદો થશે.
ડીપાર્ટમેન્ટ ઓફ લેબર કે જેણે ૨૦૧૯ના વર્ષ દરમ્યાન પહેલા એચ-૧બી અરજીઓ અંગે આ ક્વાર્ટર દરમ્યાન જે આંકડાઓ બહાર પાડયા તેમાં ૧૮૩૦૬ અરજીઓને મંજુરી આપવામાં આવેલ છે. ગયા મહિનાની ફેબુ્રઆરી માસની ૧૯મી તારીખથી એચ-૧બી તારીખથી એચ-૧બી અરજીનો પ્રિમિયમ પ્રોસેસીંગથી નિકાલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
ગયા માર્ચ મહીનાથી આ એજન્સીના સત્તાવાળાઓએ પ્રિમિયમ પ્રોસેસીંગ દ્વારા અરજીનો નિકાલ કરવાનું બંધ કર્યું હતું. આ કેટેગરીમાં વર્ષના અંતે ૮૫૦૦૦ જેટલા લોકોને વીઝા આપવામાં આવે છે અને તેનો લાભ ૬૦ ટકા ભારતીય કામદારો લે છે.
૧૫મી ફેબુ્આરીએ જે બુલેટીન પ્રસિધ્ધ કરવામાં આવ્યું તેમાં ૨૧મી ડીસેમ્બર ૨૦૧૮ પહેલા જેમણે એચ-૧બી માટે અરજી કરી હશે તેઓની અરજીઓ આ પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલ છે. પરંતુ હવેથી તમામ અરજીઓનો નિકાલ પ્રિમિયમ પ્રોસેસીંગથી કરવામાં આવશે એવું જાણવા મળે છે.
આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ એચ-૧બી અરજી કરતી વખતે તેની જરૂરી ફી ઉપરાંત ૧૪૧૦ ડોલર વધારાના પ્રિમિયમ પ્રોસેસીંગ ફીના ભરવાના રહે છે અને ૧૫ દિવસની અંદર તે અરજીનો નિકાલ કરવામાં આવે છે અને જો આ સમય મર્યાદામાં તે અંગેનો નિર્ણય ન કરવામાં આવે તો અરજદારને પ્રિમિયમ પ્રોસેસીંગ ફી પરત કરવામાં આવશે.
અત્યાર સુધીમાં ડીલોઈટી કન્સલ્ટીંગ કંપનીની ૧૮૩૦૬ અરજીઓ મંજુર કરવામાં આવી હતી ત્યાર બાદ એપલની ૧૬૪૨૬ અરજીઓ મંજુર કરવામાં આવી હતી.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HtPO03
No comments:
Post a Comment