
નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ સરકારે સર્વદળિય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર તરફથી તમામ દળોને એરસ્ટ્રાઇકની જાણકારી આપવામાં આવશે.
આજે ભારતીય વાયુસેનાના મિરાઝ વિમાનોએ પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી જૈશ-એ-મોહમ્મદના કેમ્પો પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદી ટ્રેનર અને મોટા કમાંન્ડ માર્યા ગયા છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા દિલ્હીના જવાહરલાલ નહેરુ ભવનમાં બોલાવવામાં આવેલી સર્વદળિય બેઠકમાં એરસ્ટ્રાઇક અંગે તમામ દળોને જાણકારી આપવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H3oDZM
No comments:
Post a Comment