ભીલડી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસકર્મી વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

ભીલડી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસકર્મી વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ

પાલનપુર, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર

બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હે.કો. રાણીબેન પરષોતમભાઈ સામે ભીલડી પોલીસ મથકમાં પોલીસ વિભાગ સાથે વિશ્વાસઘાત કરવાનો ગુનો દાખલ કરાયો છે. તેમાં આ મહિલા પોલીસ કર્મી જ્યારે ભીલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમના હવાલામાં રહેલ દારૃ અને મોટર સાયકલો સહિતનો રૃા. ૩.૫૪ લાખનો મુદ્દામાલ ન સાચવી અને ઘટતો મુદ્દામાલ પોલીસ વિભાગમાં રજુ ન કરી પોલીસ ખાતા સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેમની વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

બનાસકાંઠા પોલીસઆલમમાં ચકચાર મચાવનાર આ કિસ્સાની વિગત જોઈએ તો હાલમાં પાલનપુર મહિલા પોલીસ મથકે ફરજ બજાવતા અને અગાઉ ભીલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા ભીલડી પોલીસ મથકના રાઈટર હે.કો. રાણીબેન પરષોતમભાઈએ પોતાની ફરજ દરમ્યાન પોતાના હવાલામાં પોલીસ સ્ટેશન ખાતે રાખેલ જુદા જુદા ગુનાના કબજે કરવામાં આવેલ ૫૯૮ બોટલ વિદેશી દારૃ કિં. રૃા. ૧,૨૪,૪૦૦ તથા જુદા જુદા ગુનામાં કબજે લેવાયેલા જુદી જુદી કંપનીના નવ મોટરસાયકલો જેની કિંમત રૃા. ૨.૩૦ લાખ મળીને કુલ રૃા. ૩,૫૪,૪૦૦નો મુદ્દામાલ પોલીસ વિભાગમાં રજુ ન કરી પોલીસ વિભાગ સાથે વિશ્વાસઘાત કરતા તેમજ પોલીસ વિભાગે તેમના ઉપર વિશ્વાસ અને જે ફરજ સોંપી હતી તે મુજબ તેઓને મુદ્દામાલ સાચવવાની જવાબદારી હોવા છતાં મુદ્દામાલ ન સાચવી તેમજ ઘટતો મુદ્દામાલ રજુ નહીં કરી પોલીસ ખાતા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવતા ભીલડી પોલીસ મથકના પીએસઆઈ એસ.વી. આહીરે તત્કાલીન મહિલા પોલીસ કર્મી સામે આઈ.પી.સી. ની કલમ મુજબ ગુનો નોંધાવતા બનાવની તપાસ શિહોરી સી.પી.આઈ. કચેરીના સર્કલ પી.આઈ. વાય.એમ. મિશ્રા ચલાવી રહ્યા છે.

આમ ભીલડી પોલીસ મથકના અગાઉના રાઈટર તરીકે ફરજ બજાવી ચુકેલા મહિલા હેડ કોન્સ્ટેબલે અલગ અલગ ગુનાનો મુદ્દામાલ ન સાચવી પોલીસ વિભાગ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ દાખલ થતા ફરજમાં બેદરકારી દાખવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TJlgd3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages