મહેસાણા,તા.28 માર્ચ 2019, ગુરૂવાર
છેલ્લા ઘણા સમયથી મહેસાણા તાલુકા પંચાયતમાં ડખ્ખો ચાલી રહ્યો છે. તેની પાછળ વર્ષોથી કોંગ્રેસમાં રહેલા હાલ ભાજપના અગ્રણી જીવાભાઈનો હાથ હોવાનું તાલુકા કોંગી પ્રમુખે આક્ષેપ કર્યો છે.
મહેસાણા તાલુકા પંચાયત સુપરસીડ કરવામાં અધિકારીઓ પણ જીવા પટેલને સાથ આપી રહ્યા છે તેવું તાલુકા કાગ્ગી પ્રમુખે આક્ષેપ કરી જણાવ્યું કે તાલુકા પંચાયતના સભ્યો સાથે છેલ્લા ઘણા સમયથી જીવાભાઈ સંપર્કમાં છે. વર્ષો સુધી કોંગ્રેસમાં હોવાથી તેમનું સન્માન કોંગી સભ્યો રાખે છે જેથી ગમે તેમ કરીને ઊંઝાની જેમ મહેસાણા તોડી પાડવાની જવાબદારી સોંપાઈ છે. જો તેઓ તાલુકા પંચાયત તોડે તો ભાજપમાં તેમનું કદ વધે તેમ છે. આમ તાલુકા કોંગી પ્રમુખે ભાજપ અગ્રણી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અંગે જીવાભાઈનો મત જાણવા ફોન કરાયો પણ નોટ રીચેબલ આવ્યો હતો.
તાલુકા પંચાયતના અધિકારીઓને કોંગી આગેવાને ધમકી આપી
તાલુકા પંચાયતના સુત્રોએ જણાવ્યું કે એક કોંગી આગેવાનો અધિકારીઓને ધમકાવ્યા હતા. આ અંગે ડીડીઓને રિપોર્ટ કરાયો છે. જોકે સત્તાવાર બોલવા કોઈ તૈયાર થયું ન હતું.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YyHLoJ
No comments:
Post a Comment