દિગ્વિજય સિંઘની પુત્રીનું કેન્સરથી નિધન થયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

દિગ્વિજય સિંઘની પુત્રીનું કેન્સરથી નિધન થયું

નવી દિલ્હી તા.27 માર્ચ 2019 બુધવાર

પીઢ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘની સૌથી નાની પુત્રી કર્ણિકાનું આજે સવારે પાટનગર નવી દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં કેન્સરની સારવાર દરમિયાન મરણ થયું હતું.

છેલ્લા થોડા સમયથી કર્ણિકા દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતી. અગાઉ એ અમેરિકામાં પણ સારવાર કરાવી આવી હતી. 

કર્ણિકા 37 વર્ષની હતી. દિગ્વિજયની પહેલી પત્ની આશાદેવીનુ પણ 2013માં કેન્સરથી અવસાન થયું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ગુલામ નબી આઝાદ સહિતના કેટલાક નેતાઓએ 64 લોધી એસ્ટેટમાં આવેલા દિગ્વિજયના ઘરની મુલાકાત લઇને આ પીઢ નેતાને આશ્વાસન આપ્યું હતું. 

કર્ણિકા ગુજરાતની પુત્રવધૂ હતી. સુરેન્દ્ર નગરના સિદ્ધાર્થ સિંઘ ઝાલા સાથે એનાં લગ્ન થયાં હતાં અને એના પરિવારમાં પતિ ઉપરાંત સાત વર્ષનો પુત્ર પ્રભુદય સિંઘ છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yrpv0I

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages