વિજય માલ્યાએ સરકારી બેંકો પર બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

વિજય માલ્યાએ સરકારી બેંકો પર બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો


માલ્યાએ વર્તમાન એનડીએ સરકારને પણ નિશાન બનાવી

નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર

 દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ જેટ એરવેઝને બચાવવા બદલ સરકારી બેંકો પર બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે. માલ્યાએ વર્તમાન એનડીએ સરકારને પણ નિશાન બનાવી છે. 

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝને બચાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વમાં સરકારી બેંકો દ્વારા મેનેજમેન્ટ પોતાના હાથમાં લેવામાં આવ્યા પછી વિજય માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે મારી ઇચ્છા હતી કે કિંગફિશર એરલાઇન્સને પણ આવી જ રીતે બચાવી લેવામાં આવી હોત.

જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે નોકરીઓ બચાવવા, કનેક્ટિવિટી જાળવવા પીએસયુ બેંકોએ જેટ એરવેઝને બચાવી લીધી તે સાંભળીને આનંદ થયો છે. 

માલ્યાએ આક્ષેપ કર્યો છે કે દેશની આ જ બેંકોએ વધુ સારા કર્મચારીઓ અને સંપર્ક સુવિધા ધરાવતી દેશની શ્રેષ્ઠ એરલાઇન્સન કેસમાં આવું ન કર્યુ અને તેને પતન માટે છોડી દીધી. આ એનડીએ સરકારના બેવડા માપદંડ છે. 

માલ્યાએ દાવો કર્યો કે તેમણે એરલાઇન્સ અને તેના કર્મચારીઓને બચાવવા કંપનીમાં ૪૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. તેમણે કિંગફિશર અને જેટ એરવેઝ સાથે અલગ અલગ વલણ અપનાવવા બદલ ભાજપની ટીકા કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uvKzFz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages