સીબીઆઇએ દાખલ કરેલા સ્ટેટ્સ રિપોર્ટમાં કરાયેલા ખુલાસા ખૂબ જ ગંભીર : સુપ્રીમ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

સીબીઆઇએ દાખલ કરેલા સ્ટેટ્સ રિપોર્ટમાં કરાયેલા ખુલાસા ખૂબ જ ગંભીર : સુપ્રીમ


સીબીઆઇએ કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમાર સાથેની પૂછપરછ સંબધિત પ્રોગ્રેસ રિપોર્ટ દાખલ કર્યો હતો 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર

સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ કૌભાંડ કેસમાં કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમાર સાથે થયેલી તાજેતરમાં થયેલી પૂછપરછ સંબધિત પ્રોગ્રેસ રિપોર્ટમાં સીબીઆઇ દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓને ખૂબ ગંભીર ગણાવ્યા છે. 

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની પીઠે જણાવ્યું હતું કે જો ખૂબ જ ગંભીર તથ્યોની માહિતી જો તેને આપવામાં આવી છે તો તેના પ્રત્યે આંખ બંધ કરી શકે તેમ નથી.

ખંડપીઠે સીબીઆઇને વધુમાં જણાવ્યું છે કે તે રાજીવકુમાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી માટે અરજી દાખલ કરે. 

ખંડપીઠે તપાસ એજન્સીને આ સંબધમાં અરજી દાખલ કરવા દસ દિવસનો સમય આપ્યો છે.  ત્યારબાદ રાજીવકુમાર અને સંબધિત પક્ષકારો સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ રાજીવકુમાર જ ચિટ ફંડ કૌૈભાંડની તપાસ કરનારી ટીમના વડા હતાં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સીબીઆઇનો અહેવાલ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હોવાથી તે અન્ય પક્ષકારને સાંભળ્યા વગર કોઇ આદેશ આપી શકે તેમ નથી. 

સુપ્રીમ કોર્ટ શારદા ચિટ ફંડ કૌૈભાંડની તપાસમાં સહકાર ન આપવા અને પુરાવા નાશ કરવાના કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસના વડા અને કોલકાતાના તત્કાલીન પોલીસ કમિશનર સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓની વિરુદ્ધ સીબીઆઇની અરજીની સુનાવણી કરી રહી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGWZia

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages