
ગાંધીનગર, તા.10 માર્ચ, 2019, રવિવાર
ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે તેની સાથે સમગ્ર દેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ આ જ ચૂંટણી સાથે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ હાલના તબક્કે વિધાનસભાની ચાર બેઠકો ખાલી પડી છે જેની પેટા ચૂંટણી પણ તા.ર૩ એપ્રિલે યોજાશે તેવું જાણવા મળી રહયું છે. જો કે હાલના તબક્કે મુખ્ય ચૂંટણી કમિશનરે કેન્દ્રમાંથી નોટીફીકેશન આવ્યા બાદ જ વિધિવત જાહેરાત કરવા જણાવ્યું હતું.
ગુજરાતમાં તા.ર૩મી એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભાની ચાર બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાય તેવી પૂરી શકયતા છે.
જેની ઉપર નજર કરીએ તો ઉંઝા બેઠક ઉપરથી કોંગ્રેસના આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી છે ત્યારે માણાવદર બેઠક ઉપરથી કોંગ્રેસના જવાહર ચાવડાએ રાજીનામું આપતાં આ બેઠક અને કોંગ્રેસના પુરસોત્તમ સાબરીયાએ હળવદ બેઠક ઉપરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં આ બેઠક પણ ખાલી પડી હતી.
જેથી આ ત્રણ બેઠકની ચૂંટણી યોજાશે તે નક્કી છે જ્યારે ખનીજ ચોરીના કેસમાં સજા મળતાં તલાલાના ધારાસભ્ય એવા કોંગ્રેસના ભગવાન બારડને લોકપ્રતિનિધિત્વ ધારાની નવી જોગવાઈ મુજબ વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા હતા અને આ સંદર્ભે ચૂંટણી પંચને રિપોર્ટ પણ કરી દીધો હતો ત્યારે કોંગ્રેસ મામલે આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવનાર છે જેથી આ બેઠકમાં પણ પેટા ચૂંટણી આવે છે કે નહીં તે જોવું રહયું.
જો કે મુખ્ય ચૂંટણી કમિશનર એસ.મુરલી ક્રિષ્ણનને જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષે તલાલા બેઠક ખાલી પડયા અંગેનો પત્ર મોકલ્યો હતો તે મુખ્ય ચૂંટણી પંચને મોકલી આપવામાં આવ્યો છે અને સામે પક્ષે ભગવાન બારડે પણ જે અરજી કરી છે તેને પણ મોકલી દેવાઈ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HcbeQc
No comments:
Post a Comment