પ્રિયંકા ગાંધી આજે રાહુલના ગઢ અમેઠીમાં: બૂથ મેનેજરો સાથે ચર્ચા કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

પ્રિયંકા ગાંધી આજે રાહુલના ગઢ અમેઠીમાં: બૂથ મેનેજરો સાથે ચર્ચા કરશે

નવી દિલ્હી, તા. 27 માર્ચ 2019, બુધવાર

લોકસભા ચૂંટણી 2019માં વિજય મેળવવા તમામ રાજકીય પક્ષો પૂરી તાકાતથી પ્રચારમાં ઉતરી ગયા છે. પ્રયાગરાજ અને વારાણસીની મુલાકાત લીધા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરી એક વખત ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. આજે તેઓ પોતાના ભાઇ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાત લેશે.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી આજે અમેઠી ખાતે લગભગ બે હજાર બૂથ મેનેજરો સાથે મુલાકાત યોજશે. ઉલ્લેખનીય છે કે અમેઠીમાં આ વખતે ફરી વખત રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચે મુકાબલો છે. રાહુલ ગાંધી આખા દેશમાં પ્રચાર કરી રહ્યાં છે અને પ્રિયંકાના ખભે ઉત્તરપ્રદેશની જવાબદારી છે એ જ કારણ છે કે તેઓ ઉત્તરપ્રદેશનો મોરચો સંભાળી રહ્યાં છે.

બાદમાં તેઓ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીની મુલાકાત પણ લેશે. જાણવા મળ્યા મુજબ પ્રિયંકા ગાંધીની અયોધ્યા મુલાકાત પાછી ઠેલવામાં આવી છે. હવે પ્રિયંકા ગાંધી 29 માર્ચે અયોધ્યામાં રોડ શો યોજશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGHGpN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages