નામચીન બિલ્ડર કમલેશ રામાણીનો સાગરીત ઝબ્બે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

નામચીન બિલ્ડર કમલેશ રામાણીનો સાગરીત ઝબ્બે

રાજકોટ, તા.25 માર્ચ 2019,સોમવાર

નામચીન બિલ્ડર કમલેશ રામાણીના સાગરીતની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ જારી રાખી છે. નામચીન બિલ્ડર કમલેશ રામાણીએ પોતાના વિરુદ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતી પાસે બદલો લેવા તેને છરીના ઘા ઝીંકી મ્હોં બગાડવાની સોપારી આપી હતી.

જો કે સોપારી લેનાર ત્રણ શખ્સો કાવત્રુ પાર પાડવા યુવતી જ્યાં રહેતી હતી તે ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં ગયા હતા. ત્યાં યુવતી નહીં મળતા સોનાની માળા અને મોબાઈલની લૂંટ ચલાવી પરત આવી ગયા હતા.

આ કેસમાં નાસતા ફરતા વંથલીના અફઝલ ઈબ્રાહીમ ઉર્ફે બરી અમરેલીયા (ઉ.વ. ૨૧)ને ભક્તિનગર પોલીસે ઝડપી લઈ બે દિવસનાં રિમાન્ડ પર લીધો છે. પોલીસે જણાવ્યું કે તેની લૂંટના ગુનામાં અને યુવતીનું મ્હોં બગાડવાના કાવત્રાના ગુનામાં સંડોવણી હતી.

આ અગાઉ પોલીસે તે જેની સાથે ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં ગયો હતો તેવા અનમોલ વાળા અને ચેતન રાઠોડની ધરપકડ કરી ચૂકી છે. આ ત્રણેય સૂરતથી કાવત્રુ પાર પાડવા રાજકોટ આવ્યા હતા. જો કે તેમાં નિષ્ફળતા મળતા લૂંટ ચલાવી પરત આવી ગયા હતા.

આ ચકચારી પ્રકરણમાં અગાઉ નામચીન બિલ્ડર કમલેશ રામાણી અને તેના સાગરીતોની ધરપકડ થઈ ચૂકી છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FxFfq3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages