બારે માસ ભક્તોથી ઉભરાતું ગળતેશ્વર યાત્રાધામ વિકાસની બાબતમાં સૌથી પાછળ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

બારે માસ ભક્તોથી ઉભરાતું ગળતેશ્વર યાત્રાધામ વિકાસની બાબતમાં સૌથી પાછળ


નડિયાદ,તા. 25 માર્ચ 2019, સોમવાર

ગુજરાતના સુપ્રસિધ્ધ ઐતિહાસિક ધાર્મિક સ્થળ એવા ગળતેશ્વર મહાદેવ વિકાસથી વંચિત છે.બારે મહિના અહી પર્યટકો આવે છે.યાત્રાધામ વિકાસ બોર્ડ  દ્વારા અહી બનાવવામાં આવેલ અતિથી ભવન છેલ્લા પાંચ થી સાત વર્ષથી ઉદ્યાટનની રાહે છે.

સુપ્રસિધ્ધ ગળતેશ્વર મહાદેવ ખાતે વાર તહેવાર તેમજ બારે મહિના લોકો અહી પર્યટકોની ભીડ ઉમટે છે.ગળતેશ્વર મહાદેવ ખાતે છેલ્લા ૫૦૦૦ વર્ષોથી મેળો ભરાય છે.તેમજ અહીથી ડાકોર ૧૫ કિ.મીના અંતરે આવેલ હોવાથી આ એક પર્ટકોનુ હોટ ફેવરીટ સ્થળ તરીકે ઉભરી આવ્યુ છે.

અહી મહીસાગર નદી અને ગળતી નદીનુ સંગમ સ્થાન હોવાથી અહી લાખોની સંખ્યામાં યાત્રીકો નાહવા માટે અને ગળતેશ્વર મહાદેવના દર્શાનાર્થે અહી ઉમટી પડે છે.ગુજરતા રાજય ઉપરાંત પડોશના રાજયો મધ્યપ્રદેશ,રાજસ્થાન જેવા અનેક રાજયોમાંથી યાત્રિકો મોટી સંખ્યામાં અહી આવે છે.

જ્યારે અહીયા પાયાની સગવડોનો અભાવ જોવા મળે છે.કોઇ યાત્રીક બિમાર પડે કે શારીરીક કોઇ બિમારીમાં સપડાય તો તેને ડાકોર અથવા ગળતેશ્વર લઇ જવાની ફરજ પડે છે.તેમજ અહી પૈસાની લેવડદેવડ માટે કોઇ બેંકનુ એ.ટી.એમ નથી.જેના કારણે ઘણીવાર યાત્રીકોને તકલીફોનો સામનો કરવાની ફરજ પડે છે.

તેમજ ન્હાવાની જગ્યા પર સ્થાનિક દુકાનદારોએ દુકાનો બનાવી દીધી છે.તેમજ વિવિધ ફળોના રસ વહેચતા વેપારીઓ કચરો નદીમાં નાખે છે જેના કારણે નદીમાં ગંદકી ફેલાય છે.અને પાણીમાં દુર્ગધ મારે છે.જ્યારે નહ્યા બાદ કપડા બદલવાની સગવડ ન હોવાને કારણે બહેનો મુશ્કેલીમાં મુકાય છે.પાર્કિંગની જગ્યામાં બન્ને બાજુ ધુળ હોવાને કારણે વાહનો પાર્ક થઇ શકતા નથી.જ્યારે આજ જગ્યા પર ગુજરાત રાજય ટુરિઝમ પ્રવાસન નિગમ દ્વારા છેલ્લા પાંચ થી સાત વર્ષ પહેલા ૩૦ થી વધુ રૂમો યાત્રીકોના ઉપયોગ માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે.

જેનુ આજદિન સુધી લોકાર્પણ કરવામાં આવ્યુ નથી.જેના કારણે આ જગ્યાએ અસામાજિક તત્વોએ અડો બનાવી દીધો છે.તેમજ સેવાલીયા ખાતે કાયમી પોલીસ ચોકી બનાવવાની માંગ ઉઠી છે.કારણ કે મહીનદીના પુલ પર થઇ ગળતેશ્વર તાલુકાના અંબાવ થઇ ખેડા જિલ્લામાં વિદેશી દારુનુ સપ્લાય થતુ હોવાનુ ગ્રામજનો જણાવે છે.તેના કારણે અહી ૨૪ કલાક પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HP5wDa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages