
ભુજ, તા,26 માર્ચ 2019, મંગળવાર
ભારત- પાકિસ્તાન વચ્ચે ચાલતા તનાવની સ્થિતિમાં એક મહિનામાં બીજો પાકિસ્તાની ઘુસણખોર વાગડની બેલા બોર્ડર પાસેથી ઝડપાયો છે. જેને બાલાસર પોલીસ મથકે પુછપરછ માટે લાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ કચ્છના મોટારણમાં વાગડની બેલા બોર્ડર પર પિલર નં.૧૦૧૫ પાસેથી આ શખ્સ ઝડપાઈ ગયો હતો. બીએસએફ દ્વારા કરાતા પેટ્રોલીંગ સમયે ગઈકાલે બપોરે આ શખ્સ ઝડપાયો હતો. જેમાં તેમનું નામ મહમ્મદ અલી (ઉ.વ.૩પ) હોવાનુંખૂલ્યું છે. આ શખ્સ સિન્ધી ભાષામાં વાતચિત કરતો હતો. જયરાજ બોર્ડર આઉટ પોસ્ટના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ફેન્સિંગ વગરના વિસ્તારમાંથી આ શખ્સે ઘુસણખોરી કરી હતી. જેની પ્રાથમિક પુછપરછ બીએસએફ દ્વારા કરાઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર આ શખ્સ પાસેથી કંઈ જ વાંધાજનક બાબત મળી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૬ માર્ચના રોજ ખાવડા બોર્ડર પરથી પીલર નં.૧૦પ૦ પાસેથી એક ૩૦ વર્ષિય પાકિસ્તાની શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ શખ્સ પણ ફેન્સીંગ વગરની બોર્ડરેથી ઘુસણખોરી કરતા પકડાયો હતો. કચ્છની બોર્ડરે વધી રહેલા ઘુસણખોરીના બનાવોને સુરક્ષા નિષ્ણાંતો ગંભીર ચિંતાનો વિષય ગણાવે છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CETSaJ
No comments:
Post a Comment