
ભુજ, તા,26 માર્ચ 2019, મંગળવાર
લોકસભા-૨૦૧૯ની ચુંટણીમાં કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ મહેશ્વરીના નામની આજે સતાવાર જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેમના નામની જ ચર્ચા ચાલતી હતી જે આજે સાચી ઠરી હતી.
એઆઈસીસી દ્વારા ગુજરાતની લોકસભા બેઠકો પરના સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે અંતે ધારણા મુજબ ચર્ચામાં રહેલા નરેશ મહેશ્વરીના નામની સતાવાર ઘોષણા કરવામાં આવી હતી. એક તબક્કે જીજ્ઞોશ મેવાણી (વડગામ) કોંગ્રેસના ટેકાથી ચુંટણી લડે તેવી પણ ચર્ચા હતી. ત્યારે, આજે મહેશ્વરીના નામ ઉપર ઉમેદવારની પસંદગી તરીકેનો કળશ ઢોળાયુ હતુ.
મહેશ્વરીના કેરીયરની વાત કરીએ તો તેઓ કચ્છ કોંગ્રેસના પ્રમુખ તરીકે રહી ચુકયા છે. મૂળ માધાપરના વતની યુવા વયથી જ કોંગ્રેસમાં કાર્યરત છે. છેલ્લા બે દાયકાથી કાર્યકરથી માંડીને આગેવાન તરીકે રાજકીય બહોળો અનુભવ ધરાવે છે.તેમના કાર્યકાળમાં કચ્છની જિલ્લા પંચાયતથી માંડીને તાલુકા પંચાયત,નગરપાલિકા અને વિધાનસભાની ચુંટણીઓ લડાઈ ચુકી હોવાથી ચુંટણી લડવા અંગેનો સારો એવો અનુભવ છે. તેમના નેતૃત્વમાં કચ્છમાં બે વિધાનસભા બેઠકો પણ જીતી હતી. જો કે, તેઓ પ્રથમ વખત જ સંસદીય ચુંટણી લડી રહ્યા છે. આમ, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે નરેશ મહેશ્વરીને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TXnzhP
No comments:
Post a Comment