બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કારકૂને સેલફોર્સની ગોળીઓ ખાઈ જીવન ટુંકાવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 23 March 2019

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કારકૂને સેલફોર્સની ગોળીઓ ખાઈ જીવન ટુંકાવ્યું

પાલનપુર,તા.20 માર્ચ 2019, બુધવાર

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં હિસાબી શાખામાં ફરજ બજાવી રહેલા એક સિનીયર ક્લાર્ક પોતાના અધિકારીના કથિત ત્રાસ સહન ન થતાં સેલફોસની ગોળીઓ ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવાપામી છે. જેના પગલે લ્લિા પંચાયતના કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો. જ્યારે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસે આ અંગે ગુનો નોંધવા તજવીજ આરંભી છે.

બનાસકાંઠા જિલ્લા પંચાયતની હિસાબી શાખામાં ફરજ બજાવતા વડગામ તાલુકાના મેમદપુર ગામના સિનિયર ક્લાર્ક લલીત રાવલે તેમના ઉપરી અધિકારીએ યેનકેન પ્રકારે પજવણી કરીને છેલ્લા એક માસથી ત્રાસ ગુજારતા હોવાની રાવ વચ્ચે મંગળવારે હિસાબી અધિકારી ચેતનભાઈ પોતાના હાથ નીચે ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક લલિતભાઈ રાવલન ગાળ બોલીને લાફો ઝીંકી દેતા લલિતભાઈ રાવલને લાગી આવતા તેમણે ગત મોડી રાતે પોતાના ઘરમાં સેલફોસની ગોળીઓ ગળી લીધી હતી. જેમાં તેમની હાલત લથડી પડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જ્યાં તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ આપઘાત મામલે મૃતકના સગા રાજુભાઈ રાવલે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એક મહિનાથી ઉપરી અધિકારી દ્વારા તેમના મૃતક ભાઈને માનસિક ત્રાસ આપતો હતો અને આજે અપશબ્દો બોલી લાફો મારતા મૃતકે અંતિમ પગલું ભર્યું હતું. જ્યારે હિસાબી અધિકારી ચેતનભાઈએ પોતાના ઉપર કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢી ઓફીસમાં કોઈ આવું બન્યું જ ન હોવાનું જણાવ્યું હતું. જોકે જિલ્લા પંચાયતના એક કારકૂનના અપમૃત્યુએ અનેક સવાલો ઉભા કર્યા છે. સાથે જ તેમના મોતથી સરકારી વિભાગમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TRfxan

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages