મહેસાણા પાલિકાનુ એક ગ્રુપ શિરડી ફરવા જવા રવાના થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 23 March 2019

મહેસાણા પાલિકાનુ એક ગ્રુપ શિરડી ફરવા જવા રવાના થશે

મહેસાણા,તા.20 માર્ચ 2019, બુધવાર

લોકસભાની ચુંટણી જાહેર થઈ છે ત્યારે ફરી કોંગ્રેસના મોવડીઓએ હારવા માટે જબરદસ્ત પ્લાન બનાવી નાખ્યો છે. જેમાં મહેસાણા નગરપાલિકાનાબે ગુ્રપોમાંથી માત્ર એક જ ગુ્રપને ધુળેટીમાં ફરવા જવા માટેનો પ્લાન કર્યો છે. નારાજ નગરસેવકોે ચુંટણીમાં બતાવી દેવાનો મૂડ બનાવ્યો છે.

મહેસાણા પાલિકામાં મોવડીઓની દખલગીરીને લીધે અમુક નગરસેવકો નારાજ થયા હતા. જેમાં જુના જોગીઓ અને પાટીદાર નગરસેવકોનો સમાવેશ થતો હતો. હવે જ્યારે બજેટ આવ્યું ત્યારે આ નગરસેવકો બજેટ મંજુર કરવાના મૂડમાં ન હતા. આ સમયે પાર્ટીએ વ્હીપ બજાવી બધાને દબાવી દીધા હતા. આ વાતને હજુ થોડાક દિવસો થયા ત્યાં ફરી નવા વિવાદે જન્મ લીધો છે. કોંગી મોવડીઓએ એક ગુ્રપને જ ફરવા જવા માટે તૈયાર કર્યા છે જ્યારે અન્ય ગુ્રપના એકપણ નગરસેવકને તૈયાર જાણ કરી નથી. 

આ તમામ નગરસેવકો આતવીકાલે સાંજે શીરડી જવા રવાના થવાના છે ત્યારે નારાજ નગરસેવકોએ કહ્યું કે લોકસભાની ચુંટણી નજીક આવતા જ પાર્ટીને હરાવવા માટે અમુક લોકોએ કસમ ખાધી છે. જેથી જ અમને નારાજ કરી તમામ વોટ ભાજપને ફાળે જાય તેવો પ્લાન કરી રહ્યા છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TUqJTy

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages