પાલનપુર,તા.8 માર્ચ 2019, શુક્રવાર
બનાસકાંઠામાં સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા કર્મચારીઓ આજે પડતર પ્રશ્નોને લઈ ધરણા કર્યા હતા અને સમાન કામ સમાન વેતન અને કાયમી નોકરીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓનું મહત્વ એટલા માટે વધી જાય છે કે તેઓ દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે. જિલ્લામાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એવા દિવ્યાંગ બાળકોને પ્રમોટ કરવાનું કામ આ કર્મચારીઓ કરે છે. જિલ્લામાં દિવ્યાંગ બાળકોના ઘરે ઘરે જઈ અને શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને મદદરૃપ થવાની ફરજ બજાવતા હોય છે. વર્ષોથી સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ દિવ્યાંગ અને સારા બાળકોને સમજાવવામાં અને સરકારી અન્ય કામગીરીમાં સહભાગી થાય છે પરંતુ સરકાર દ્વારા આ કર્મચારીઓની માંગણીઓ સંતોષાતી નથી ત્યારે આજે આ કર્મચારીઓએ પોતાની માંગણીઓ અને સમાન કામ અને સમાન વેતનના નારા સાથે સિક્યોર નોકરીની માંગ કરી હતી.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દિવ્યાંગ બાળકોને લઈ ચિંતિત છે. સરકારના દિવ્યાંગ બાળકોને ઉપર લાવવાના પ્રયત્નો છે પરંતુ આ બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનાર સર્વ શિક્ષા અભિયાનના આ કર્મચારીઓ જ પોતાના હકથી વંચિત છે ત્યારે સરકારી વિવિધ વિભાગોના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે પોતાની માંગોના ઉમેદવાર ઉકેલ આવવાની આશા સાથે સર્વ શિક્ષા અબિયાનના કર્મચારીઓએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VPf3Oe
No comments:
Post a Comment