ઉ.ગુ.ના 900 જેટલા મહેસુલી કર્મચારીઓની હડતાળથી કચેરીઓના કામ ખોરંભે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

ઉ.ગુ.ના 900 જેટલા મહેસુલી કર્મચારીઓની હડતાળથી કચેરીઓના કામ ખોરંભે

મહેસાણા, પાલનપુર, પાટણ, તા.8

ગુજરાતમાં જાણે છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ સરકારને ભીંસમાં લેવા માંગતા હોય તેમ એક બાદ એક વિભાગના કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં  મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં  તો જાણે હડતાળની મૌસમ જામી હોય તેમ રોજબરોજ કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓના ધરણા અને વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્રના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જે વચ્ચે આજે ત્રણ જિલ્લાના 900થી વધારે  વર્ગ-3ના મહેસુલી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ માસ સીએલ મુકીને હડતાળ પાડી હતી. સાથે આગામી ત્રણ દિવસમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો તા.11 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જવાની ચિમકી આપી હતી.

સરકારના વર્ગ-3માં ફરજ બજાવતા મહેસુલી કર્ચમારીઓની પગારમાં વધારો કરવો વિવિધ લાભો આપવા, પ્રમોશન સહિતની નવ માંગોને લઈ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા વર્ગ-૩ના મહેસુલી કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આજે મહેસુલી કર્મચારીઓ દ્વારા રાજ્ય વ્યાપી માસ સી.એલ. મુકીને હડતાળ પાડવામાં આવી હતી.

જેમાં મહેસાણા જિલ્લાના 400થી વધુ કર્મચારીઓ બનાસકાંઠાના 262 કર્મચારીઓ તેમજ પાટણના 250 જેટલા વર્ગ-3 ના મહેસુલી કર્મચારીઓએ રાજ્ય મંડળના સમર્થનમાં હડતાળ પાડીને કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી સુત્રોચ્ચાર કર્યા હતા અને આગામી ત્રણ દિવસમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો તા.11 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચિમકી ઉચ્ચારી હતી.

જોકે મહેસુલી કર્મચારીઓ સામુહિક હડતાળ પાડતા કોમ્પ્યુટરને લગતા દાખલા ઉતારાની કામગીરી ઠપ્પ થતા અરજદારો અટવાઈ પડયા હતા. સાથે કચેરીઓ હડતાળને લઈ સુમસામ ભાસતી જોવા મળી હતી.

ત્રણ દિવસમાં ન્યાય નહિ મળે તો અચોક્કસ મુદતની હડતાળની ચિમકી

પાલનપુરમાં હડતાળ ઉપર ઉતરેલા વર્ગ-૩ના મહેસુલી કર્મચારીઓએ પોતાની નવ જેટલી માંગોને લઈ સરકાર સામે લડી લેવાનો મૂડ બનાવ્યો છે. જેમાં આગામી ત્રણ દિવસમાં સરકાર દ્વારા તેમની માંગણીઓનુ સમાધાન કરવામાં નહિ આવે તો આગામી તા.11 માર્ચથી રાજ્યભરના મહેસુલી કર્મચારીઓ ન્યાય માટે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાની બનાસકાંઠા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ જી.એલ.ઠાકોરે ચીમકી આપી હતી તેમને જણાવ્યું હતું કે અમારી માંગો મામલે અનેકવાર સરકારમાં રજૂઆતો કરાઈ છે પરંતુ સરકાર દ્વારા તેમની રજૂઆતો ધ્યાને લેવામાં ન આવતા આખરે આંદોલનનો માર્ગ અપનાવવો પડયો હતો.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2u0yqYP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages