અમદાવાદમાં છેલ્લા 6 માસથી રહેતા કચ્છી માલધારીઓએ વતનની વાટ પકડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

અમદાવાદમાં છેલ્લા 6 માસથી રહેતા કચ્છી માલધારીઓએ વતનની વાટ પકડી

અમદાવાદ,તા.10 માર્ચ 2019,રવિવાર

અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાના વાસણા ઇયાવા ગામ સહિત આજુબાજુમાં ગામોમાં છેલ્લા ૬ માસથી માલઢોર સાથે વસવાટ કરતા કચ્છી માલધારીઓએ વતન ભણી વાટ પકડી છે. આજે હજારથી વધુ પશુધન સાથે ૪૨ કચ્છી માલધારી પરિવારોને સ્થાનિક પોલીસતંત્ર, સામાજીક સંસ્થાઓની મદદથી વાહનોની વ્યવસ્થા કરી અપાઇ હતી. કચ્છમાં ભુજના મોટા સરાળા ગામે ઘાસડીપો ખોલવા તેમજ ઢોરવાડો ચાલુ કરવાની માંગણી આ પરિવારોએ સરકારમાં કરી છે.

કચ્છમાં દુકાળને લઇને હજારો માલધારી પરિવારો ગુજરાતના વિવિધ જિલ્લા-તાલુકાઓમાં હિજરત કરી ગયા છે. હજારો માલઢોર માટે ઘાસની વ્યવસ્થા કરવી અઘરી થઇ પડતા આ પરિવારો દયનીય સ્થિતિમાં મૂકાઇ ગયા હતા.

બીજી તરફ સરકારી નિયમ પ્રમાણે અછતગ્રસ્ત વિસ્તારમાં જ સરકારી સહાય અને સબસિડી મળશે તેવા નિયમને લઇને અન્ય જિલ્લાઓમાં આ માલધારીઓને સરકારી સહાય ન મળતા તેઓ કફોડી સ્થિતિમાં મુકાયા હતા.

આ અંગે કચ્છી માલધારીઓના જણાવ્યા મુજબ અમદાવાદમાં ઇયાવા ગામે તેમના ૬૦થી વધુ પશુઓના મોત થઇ ચૂક્યા છે. કચ્છની બહાર મદદ અને સરકારી સહાય ન મળે તેવા સરકારના નિર્ણયને લઇને તેઓને ભારે નુકશાની ભોગવવી પડી છે.

આજુબાજુના ગામોના લોકો છેલ્લા ૬ માસથી પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરી આપતા હતા. જોકે હવે આજુબાજુના ખેતરોમાં પણ ઘાસચારો વધ્યો ન હોવાથી તેઓએ વતન કચ્છમાં જવાનું નક્કી કર્યું છે. આજે રવિવારે ૧૦થી વધુ વાહનોમાં માલઢોર ભરીને કચ્છ રવાના કરાયા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HpZUz5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages