ખેડા જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ખેડા જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું


નડિયાદ,તા. 25 માર્ચ 2019, સોમવાર

જિલ્લાના તાપમાનમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લામાં તાપમાન ૩૯ ડીગ્રી સેલ્સિયસ નોંધાતા વાતાવરણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે.જ્યારે સોમવારના રોજ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પહોચતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતુ.રોડ રસ્તા સુમસાન ભાસી રહ્યા છે.

ખેડા  જિલ્લામાં ઉષ્તામાન ૩૯ ડીગ્રીએ પહોંચતા ગરમીના પ્રમાણમાં વધારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે આજે તો તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતુ. 

જેથી વાતાવરણમાં ઉકળાટ અનુભાયો હતો. બીજીતરફ ઉનાળાની એન્ટ્રી થઈ જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આગામી સમયમાં તાપમાનમાં વધારો નોંધાય તેવા એંધાણ વચ્ચે લોકોએ તેની સામે રક્ષણ મેળવવાનું શરૂ કરી દીધું છે. હાલ રસ્તાઓ ઉપર ઠંડા પીણાની હાટડીઓ ધમધમતી જોવા મળી રહી છે. જેમાં શેરડીનો રસ, વિવિધ ફ્રુટ જ્યુસ, લીબું સોડા જેવા પીણાઓ લોકો ગટગટાવતા નજરે પડે છે.ગત રોજ રવિવાર હોવા છતાં રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો.

સામાન્ય દિવસોમાં લોકો રવિવારના દિવસે ફરવા માટે અને મોજમસ્તી માટે નીકળતા હોય છે. ત્યારે આજે ગરમીના કારણે જિલ્લાના બાગ-બગીચાઓ અને રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. બીજીતરફ ઈલેક્ટ્રોનીક્સના દુકાનદારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા દસ થી પંદર દિવસથી ગરમી સામે રક્ષણ આપે તેવા સાધનોના વેચાણમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. 

તેમજ લોકો જુની ઈલેક્ટ્રોનીક્સની વસ્તુઓ રીપ્લેસ કરી નવી ખરીદી રહ્યાં છે. જેમાં પંખા, એ.સી, રેફ્રીજરેટરનો સમાવેશ થાય છે.  વેપારીઓના જણાવ્યા અનુસાર પંખાના વેચાણમાં  સતત વધારોજોવા મળ્યો  છે. દિવસ દરમિયાન લોકો ગરમીની સાથે બફારાનો અનુભવ થતાં લોકોએ વિજ ઉપકરણનો સહારો લેવાની ફરજ પડી છે.ત્યારે સીમાડા વિસ્તારોમાં આજે પણ લોકો વૃક્ષના સહારે ગરમીનો સામનો કરી રહ્યા છે. ગામડાઓ અને સીમ વિસ્તારમાં ઉનાળા દરમિયાન લોકો ઘટાદાર વૃક્ષો નીચે આરામફરમાવતા હોય છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OqO7lJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages