ગાંધીનગરના સે-26 GIDCમાં આવેલી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 500 ઈ-બાઈક સગળીને ખાખ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ગાંધીનગરના સે-26 GIDCમાં આવેલી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 500 ઈ-બાઈક સગળીને ખાખ



ગાંધીનગર,તા. 27 માર્ચ 2019, બુધવાર

ગાંધીનગર શહેરમાં સે-ર૬ જીઆઈડીસીમાં આવેલી ઈ-બાઈક બનાવતી કંપનીમાં આજે સવારના સમયે ભીષણ આગ ભભુકી ઉઠી હતી જેના પગલે આસપાસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ઉપરાંત કડી અને જીઈબીના ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા અને સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવી હતી અને અઢી લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. 

ગાંધીનગર શહેરના સે-ર૬ જીઆઈડીસીમાં પ્લોટ નં.ઈ-૮૨ અને ૮૩માં ટુનવાલ ઈન્ડ્રસ્ટીઝ પ્રા.લિ. નામની કંપની આવેલી છે જે ઈલેકટ્રોનિક્સ બાઈક બનાવે છે. આજે સવારના સમયે આ કંપનીમાં આગ ભભુકી ઉઠી હતી જેના પગલે સ્થાનિક કર્મચારીઓ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 

જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર ઓફીસર મહેશ મોડ તેમની કુમક સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસ કર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે અન્ય ત્રણ ફાયર ફાઈટરો મંગાવી લેવાયા હતા. ત્યારબાદ પણ આગ કાબુમાં નહીં આવતાં કડી નગરપાલિકાના વધુ બે ફાયર ફાઈટર તેમજ ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના ફાયર ફાઈટર બોલાવાયા હતા. તો દસથી વધુ ખાનગી પાણીના ટેન્કર પણ આગ બુઝાવવા માટે બોલાવી લેવાયા હતા.

સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. ફાયર ઓફીસરના જણાવ્યા પ્રમાણે આગ કયા કારણોથી લાગી તે જાણી શકાયું નથી પરંતુ પ૦૦થી વધુ ઈ-બાઈક આગમાં સળગી ગયા હતા. આસપાસની અન્ય કંપનીઓમાં આગ પ્રસરતી અટકાવવા માટે ચારે બાજુથી અઢી લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. નોંધવું રહેશે કે આગ એટલી વિકરાળ હતી કે ગાંધીનગરના આકાશમાં ધુમાડા દેખાતા હતા અને સેકટરોમાં લોકો આગ વિશે ચર્ચા કરતાં સંભળાયા હતા.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FEsZV8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages