
ઘણી ઉત્તેજના બાદ ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થયો
૨૬ બેઠકો જીતવા ભાજપ-કોંગ્રેસની પૂરજોશમાં તૈયારીઓ : ભાજપ ૨૬ બેઠકો જાળવશે કે નહીં તે અંગે ચર્ચા
અમદાવાદ, તા.10 માર્ચ, 2019, રવિવાર
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે લોકસભાની ચૂંટણીની તારીખો આખરે કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કરી દીધી છે જેના લીધે ગુજરાતમાં અત્યારથી ચૂંટણીમય માહોલની શરુઆત થઇ ચૂકી છે. ગત વખતે તો ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી પણ આ વખતે એક જ તબક્કામાં લોકસભાની ૨૬ બેઠકો માટે ચૂંટણીઓ યોજાનાર છે.
રાજ્યની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલે મતદાન યોજાશે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં ભાજપ અને કોંગ્રેસે તો ચૂંટણીની રણભૂમિને તૈયાર કરી દીધી છે. થોડાક દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની બે દિવસીય મુલાકાત લઇ અમદાવાદમાં મેટ્રોટ્રેન,ન્યુ સિવિલ હોસ્પિટલનુ લોકાપર્ણ ઉપરાંત વિવિધ યોજનાનુ ઉદઘાટન-શિલાન્યાસ કર્યુ હતું.
હવે ૧૨મી માર્ચે અમદાવાદમાં રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવી રહ્યાં છે.મોદીના ગઢમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી ચૂંટણીની રણનીતિ ઘડશે. આ ઉપરાંત અડાલજમાં વિશાળ જનસંકલ્પ રેલીને પણ સંબોધન કરશે.રાજ્કારણમાં પ્રવેશ કર્યા બાદ પ્રિયંકા ગાંધીનુ આ પ્રથમ જનસંબોધન હશે તેના પર દેશભરના રાજકીય વિશ્લેષકોની નજર મંડાઇ છે.
હજુ ચૂંટણીઓની તારીખો જ જાહેર થઇ છે ત્યારે અત્યારથી કયો પક્ષ કેટલી બેઠકો લઇ જશે,ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશે,દિલ્હીની ગાદી પર કોણ બિરાજશે,મહાગઠબંધન કેટલુ સફળ રહેશે, કયુ રાજ્ય ભાજપ માટે ફળદાયી તો કયુ રાજ્ય કોંગ્રેસને ફાયદો કરાવશે, આ વખતે કયા ચૂંટણી મુદ્દા અસરકારક બની રહેશે,એરસ્ટ્રાઇક ભાજપને લાભદાયી સાબિત થશે કે કેમ. આ તમામ બાબતો પર લોકચર્ચાનો દોર થયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ht1WOT
No comments:
Post a Comment