હેપ્પી બર્થ ડે ટુ યુ અભિષેક બચ્ચન... - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 6 February 2019

હેપ્પી બર્થ ડે ટુ યુ અભિષેક બચ્ચન...

મુંબઇ તા.5 ફેબ્રુઆરી 2019, મંગળવાર

જુનિયર બચ્ચનના હુલામણા નામે જાણીતા અભિનેતા અભિષેક બચ્ચનનો આજે બર્થ ડે છે. અભિષેક આજે  ૪૩ વર્ષનો થયો. પિતાની તુલનાએ ભલે એને ઓછી સફળતા મળી હોય પરંતુ બહુ ઓછા લોકોને જાણ હશે કે અભિષેકે એક નહીં બે વખત ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝ્માં સ્થાન મેળવ્યું છે.

પહેલીવાર અભિષેકે પિતાની સાથે કરેલી ફિલ્મ પા વખતે આવો વિક્રમ સર્જ્યો હતો. બોલિવૂડની એ પહેલી ફિલ્મ હતી જેમાં પુત્રે પિતાનો અને પિતાએ પુત્રનો રોલ કર્યો હતો. અમિતાભ બચ્ચને પ્રોગેરિયા નામની બીમારીથી પીડાતા બાર વર્ષના બાળકનો રોલ કર્યો હતો જ્યારે અભિષેકે એ બાળકના પિતાનો રોલ કર્યો હતો. આ ફિલ્મની ઔર એક વિશેષતા એ હતી કે ૩૭ વર્ષની વિદ્યા બાલને ૬૫ વર્ષના અમિતાભ બચ્ચનની માતાનો રોલ કર્યો હતો.

આ ફિલ્મે અભિષેક બચ્ચનને અભિનયનો નેશનલ એવોર્ડ અપાવ્યો હતો. બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ આ ફિલ્મને મળ્યો હતો જેનો નિર્માતા અભિષેક બચ્ચન પોતે હતો.

ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડની બીજી ઘટના આ પ્રકારની છે. દિલ્હી સિક્સ ફિલ્મ રજૂ થવાની હતી ત્યારે માત્ર બાર કલાકમાં અભિષેકે હોલિવૂડના વીલ સ્મિથનો રેકોર્ડ તોડયો હતો. વીલ સ્મિથે બાર કલાકમાં ત્રણ પ્રેસ મીટ કરી હતી જ્યારે અભિષેકે બાર કલાકમાં છથી વધુ પ્રેસ મીટ અને એ પણ બે અલગ અલગ રાજ્યના વિવિધ લોકેશનોમાં. 

અલબત્ત, અભિનેતા તરીકે અભિષેકને એના પિતા અમિતાભ બચ્ચન જેટલો યશ નથી મળ્યો એ હકીકત સ્વીકાર્યે છૂટકો. એની વે. હેપ્પી બર્થ ડે ટુ યુ અભિષેક... !



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MOLjOi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages