(પ્રતિનિધિ દ્વારા) મુંબઇતા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર
દીપિકા પદુકોણ અને રણબીર કપૂરની પ્રેમગાથા સહુ કોઇ જાણે છે.ભલે એ સમયગાળો ટૂંકો હતો, પરંતુ તેમનું બ્રેકઅપ દીપિકાને માનસિક રોગી બનાવી ગયું હતું. જોકે આજે દીપિકા સઘળું ભૂલી જઇને રણવીર સિંહ સાથે ઠરીઠામ થઇ ગઇ છે, અને રણબીર આલિયા સાથે પ્રણયફાગ ખેલી રહ્યો છે.જોકે બન્નેએ બ્રેકઅપ બાદ પણ વ્યવસાયિક ધોરણ અપનાવીને ફિલ્મો સાથે કરી છે, અને હવે એક વિજ્ઞાાપનમાં સાથે કામ કરી રહ્યા છે.
આ વિજ્ઞાાપનનું શૂટિંગ પાંચ ફેબુ્રઆરીના કરવામાં આવ્યું છે. આ જોડી ફરીથી દર્શકોને જોવા મળશે. આ પહેલા આ જોડીએ 'બચના એ હસીનો,'યે જવાની હૈ દીવાની અને 'તમાશામાં જોવા મળી હતી. રૂપેરી પડદે આ જોડીની કેમેસ્ટ્રી અફલાતુન છે.તેથી જ બિઝનેસમેનો આ જોડીની કેમેસટ્રીનો લાભ ઉઠાવવા તત્પર રહે છે.
દીપિકા અને રણવીર લગ્ન કરીને પોતાનો સંસાર માણી રહ્યા છે. રણબીર આલિયા વચ્ચે અણબનાવની ચર્ચા થઇ રહી છે, પરંતુ આ યુગલ સાથે જાહેરમાં સાથે ખુશખુશાલ જોવા મળી રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Grh4fm
No comments:
Post a Comment