
ગાંધીનગર,તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર
ગાંધીનગર શહેરના સેક્ટર-૪માં વાઘ આવી ગયા છે અને આ વાઘે ચાર વ્યક્તિઓને ફાડી ખાધા છે...ચેતજો. આવા ફોટા સહિતના મેસેજ છેલ્લા બે-ત્રણ દિવસથી ગાંધીનગરાઓના વોટ્સએપ ગૃ્રપમાં ફરે છે. જેના કારણે ગાંધીનગરમાં વાઘ આવ્યો વાઘની વાતે ગામ ગજવ્યું છે.
સોશ્યલ મિડીયામાં ખોટા મેસેજો અને અફવા ખુબ જ સરળતાથી અને ઝડપી ફેલાય છે જેથી ઘણા ટિખળખોર આ માધ્યમનો ઉપયોગ કરીને ખોટી વાત વહેતી કરતા હોય છે. અગાઉ પણ આવા બનાવો બન્યા છે ત્યારે ફરી એક વાર સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીને ગાંધીનગરમાં વાઘ આવ્યા હોવાના ખોટા મેસેજ ફરતા કરવામાં આવ્યા છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી ગાંધીનગરાઓના વોટ્સએપ ગૃ્રપમાં નગરના સેક્ટર-૪માં વાઘ અને દિપડા ઘૂસી ગયા હોવાના અને તેમાના દ્વારા સ્થાનિકોના શિકાર કર્યા હોવાના મેસેજ, વિડીયો અને ફોટા વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે હાલ ગાંધીનગરમાં આ ખોટી વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. જ્યાં જોવો ત્યાં આ મેસેજને લગતી જ ચર્ચાઓ ચાલી રહી છે તો જાણે અજાણે સોશ્યલ મિડીયાના નિર્દોશ યુઝર પણ આ અફવાને ફેલાવવા માટે જાણે અજાણે હાથો બનતા ગયા છે.
હકિકતે આ મેસેજ, વિડીયો અને ફોટા અન્ય રાજ્યના છે તે ખોટી રીતે ગાંધીનગરના હોવાનું સોશ્યલ મિડીયામાં ફેલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતા સામાન્ય નાગરિકોએ પણ તેનો કેવી રીતે વિવેકપુર્વક ઉપયોગ કરવો જોઇએ તે શીખવું જોઇએ જેથી આવી ખોટી અફવા ફેલાતી અટકે અને સમાજ ખોટી દિશામાં જતો અટકે.તો બીજીબાજુ પાલીસના સાયબર સેલે પણ આવા મેસેજ ફેલાતા અટકાવવા માટે કોઇ પગલાં ભરવા જોઇએ.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SbrWF9
No comments:
Post a Comment