ભરશિયાળે પાટનગરમાં પાણીના પોકારા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 5 February 2019

ભરશિયાળે પાટનગરમાં પાણીના પોકારા

ગાંધીનગર,તા.2 ફેુબ્રુઆરી 2019,શનિવાર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાણી વિતરણની વ્યવસ્થા પાટનગર યોજના વિભાગણ સંભાણી રહ્યું છે ત્યારે જુના અને નવા સેક્ટરોમાં પાણી વિતરણની વ્યવસ્થા પણ અલગ-અલગ કરી દેવામાં આવી છે તેમ છતા લાઇનમાં ભંગાણ થવાને કારણે કે અન્ય કોઇ તકનીકી કારણોને પગલે શહેરમાં વારંવાર ઓછા ફોર્સ અને ઓછા પ્રમાણમાં પાણી અપવાની ફરિયાદો ઉઠે છે.આજે પણ આ સમસ્યાને કારણે નાગરિકો હેરાન થાય હતા.

ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં જેમ જેમ વસ્તી વધી તેમ તેમ પાણી વિતરણની વ્યવસ્થા પણ અપગ્રેડ કરવામાં આવી છે જે અંતર્ગત અગાઉ ચરેડી અને સરીતા ઉદ્યાનની ઓવરહેડ ટાંકીમાંથી પાણી વિતરણ કરવામાં આવતું હતું જેમાં જુના સેક્ટરોમાં સવારે અને સાંજે એમ જુદા-જુદા વારા પ્રમાણે પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો.

જ્યારે સેક્ટર-૫માં પાણીની ટાંકી બન્યા બાદ નવા સેક્ટરો અને જુના સેક્ટરોમાં એક સાથે સવારે જ પાણી પુરવઠો આપવામાં આવે છે. માથાદિઠ પાણી વિતરણમાં ગાંધીનગર પ્રથમ નંબરે હોવા છતા પણ પુરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાની ફરિયાદો વારંવાર ગૃહિણીઓ અને રહિશોમાંથી સાંભળવા મળે છે.

આજે પણ જુના અને નવા સેક્ટરોમાં સવારના સમયે આપવામાં આવતો પાણી પુરવઠો ઓછા ફોર્સથી અને ઓછા પ્રમાણમાં જ હતો જેના કારણે આજે પણ રહિશોની રાવ ઉઠવા પામી હતી.ત્યારે જુના અને નવા સેક્ટરોમાં ઓછા ફોર્સથી પાણી આપવામાં આવે છે જેને લઇને રહિશોની રોજીંદિક્રીયામાં વિલંભ થઇ રહ્યો છે જેને લઇને તેમનામાં રોષની લાગણી ફેલાઇ છે.

ઉલ્લેખનીય છે કે, તકનીકી ખામી અથવા તો લાઇનમાં ભંગાણ થવાને કારણે પાણી પુરવઠો ઓછા પ્રમાણમાં અપાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UIswHi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages