
ગાંધીનગર તા.2 ફેબ્રુઆરી 2019, શનિવાર
ઊંઝાની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા આશાબેન પટેલ પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આપતા તેઓએ રાજીનામું સ્વીકારી લીધું છે રાજકીય સૂત્રો જણાવે છે કે આશાબેન પટેલને ભાજપ મહેસાણાની બેઠક પરથી લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતારશે કારણ કે ભાજપના હાલના લોકસભાના સાંસદ જયશ્રીબેન પટેલ બીજી વખત જીતી શકે તેમ નથી.
જ્યારે આશાબેન પટેલનું વર્ચસ્વ છે આ વિસ્તારમાં તેઓના અનેક સમર્થકો છે મહેસાણાની બેઠક પરથી તેઓ ચૂંટણી જીતી શકે તેમ છે આથી ભાજપે આશાબેનને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે આશાબેન પટેલ મૂળભૂત રીતે હાર્દિક પટેલના અનામત આંદોલન સાથે સંકળાયેલા હતા જોકે અગાઉ 2012માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊંઝાની બેઠક પર ચૂંટણી લડી હતી.
જેમાં ભાજપના નારણકાકા સામે તેઓ માત્ર ૩૭૪૯ મતથી હારી ગયા હતા ત્યારબાદ 2015માં હાર્દિક પટેલનું અનામત આંદોલન શરૂ થયું જેમાં તેઓ જોડાયા હતા પાટીદારોના આંદોલનને લઈને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની હતી 2017 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ભાજપનો ગઢ ગણાતી ઊંઝાની બેઠક નારણ કાકા પાસેથી આંચકી લીધી હતી 20 હજારથી વધુ મતોથી તેનો વિજય થયો હતો.
બોલવામાં તેઓ કોઈની શરમ રાખતા નથી વિધાનસભા ગૃહમાં એક તબક્કે તેઓએ ભાજપના ધારાસભ્યો અને નેતાઓને 'તમે તો લુખ્ખાઓ છો' એ પ્રકારનું નિવેદન કર્યું હતું જેને લઇને જબરજસ્ત હોબાળો પણ થયો હતો ઉપરાંત આશાબહેને ધારાસભ્યનો પગાર વધારો થયો એ સમયે પણ આ પગાર વધારાનો વિરોધ કર્યો હતો આશાબેન વિસનગરની કોલેજમાં પ્રોફેસર હતા જિલ્લા પંચાયતની ચુંટણીને તેઓ સભ્ય બન્યા હતા હાલમાં તેઓ સિદ્ધપુરમાં રહે છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SfXTMI
No comments:
Post a Comment