વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીના ચોર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 22 May 2026

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીના ચોર્યા


A cautionary tale for parents: અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 4 હજાર રૂપિયાની ટ્યુશન ફી ગુમ થવાના ડરથી એક 17 વર્ષીય સગીરે પોતાના જ ઘરમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ સગીરે ફી ભરવા માટે પોતાના મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને તેની અવેજમાં ઘરના કિંમતી ઘરેણાં તેને આપી દીધા હતા. મિત્રએ આ દાગીના પચાવી પાડીને છેતરપિંડી કરી હોવાનું સામે આવતાં, ભોગ બનનાર સગીરની માતાની ફરિયાદના આધારે રાણીપ પોલીસે આરોપી યુવક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ki3h5NJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages